કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં 400 કરોડના કામનું ખાતમૂર્હત અને લોકાપર્ણ કર્યું
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારની મુલાકાતે આવ્યા છે. શનિવાર 20 મેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમમાંથી તેમણે ગાંધીનગર કોર્પોરેશનના 400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.
ગાંધીનગર: કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારની મુલાકાતે આવ્યા છે. શનિવાર 20 મેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમમાંથી તેમણે ગાંધીનગર કોર્પોરેશનના 400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા તેમજ સ્થાનિક કોર્પોરેટર તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મનપાના કાર્યક્રમમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે કૉંગ્રેસના શાસનમાં એક ચૂંટણીમાં રોડ મંજૂર થતો, બીજી ચૂંટણીમાં વર્ક ઓર્ડર આપે અને ત્રીજી ચૂંટણીમાં રોડ બનાવવાનું શરૂ થતુ. નરેન્દ્ર મોદી આવ્યા પછી જેનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ. 4 વર્ષમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. 16 હજાર કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે. આ એક લોકસભા મતવિસ્તારના કાર્યો બતાવે છે કે સમગ્ર ગુજરાતમાં કેટલી ઝડપથી વિકાસકાર્યો થયા હશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે આવાસ, પીવાના પાણી અને રસ્તાને લગતા ₹390 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
આ પરિયોજનાઓ ગાંધીનગરની પ્રગતિને વધુ ગતિ આપશે. અહીંના લોકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડીને તેમનું જીવન સરળ બનાવવા માટે GMC સતત સમર્પિત છે. pic.twitter.com/EYr6EdZqGi — Amit Shah (@AmitShah) May 20, 2023
ગાંધીનગર મનપા અંતર્ગત સેક્ટર 21માં ડિસ્ટ્રિક શોપિંગ સેન્ટરમાં 11 કરોડના ખર્ચે બનાવેલ 1700 ટુ વ્હીલર તેમજ 14 અન્ય વાહનો માટે પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 25 કરોડના ખર્ચે મનપા વિસ્તારમાં સેક્ટર 11,17,21 અને 22 ના રોડને 4 માર્ગીય બનાવી વરસાદી પાણીના નિકાલ માટે વોટર ડીશ ચેનલ તેમજ ફૂટપાથ બનાવી વિવિધ સ્થળો પર 865kw ની સોલાર સિસ્ટમ, 645kw ના સોલાર રૂફ્ટોફ 25 થી 30 વરસ સુધી કામ કરી શકે તેવા 220 kw ના સોલાર ટ્રી મુકાયા. જેનો કુલ ખર્ચ 6.45 કરોડ છે.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર શહેરમાં અનેક કામોના ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રેલ્વે ફાટકમુક્ત ગુજરાત અભિયાન હેઠળ 58.17 ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ. નવા સમાયેલ વિસ્તારમાં રાંધેજા,પેથાપુરમાં 4.52 કરોડ ના ખર્ચે અધ્યતન સુવિધા વાડું સ્મશાનગૃહનું નિર્માણ. મનપામાં અધિકારી,કર્મચારીઓ માટે મનપાના સ્વભંડોળ માંથી 28 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાટરનું આયોજન 180 જેટલા કર્મચરીઓ, અધિકારીઓ ને ફાયદો થશે.
મનપામાં સમાવેલા ગામોમાં 12.45 કરોડના ખર્ચે વાવોલ ખાતે તળાવ ડેવલમેન્ટ, સેક્ટર 2, 24 અને 29 ખાતે દવાખાનાઓનું નવીનીકરણ તેમજ નવું બાંધકામ, બોરીજ ગામ ખાતે ગાર્ડન રીનોવેશન, સેક્ટર 25 અને 28 માં બગીચાઓના રિનોવેશન. ચરેડી ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન. ધોડકુવા ગામમાં પાકા રસ્તા,પીવાના પાણીની પાઇપ લાઈન માટે 3.40 કરોડના ખર્ચે હાથ ધરાશે. વિવિધ સેકટરમાં કમ્પાઉન્ડ વોલ માટે 4 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે.