શોધખોળ કરો
મેઘરાજા વધુ બે દિવસ ગુજરાતને ધમરોળશે? આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? જાણો
હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યો છે ત્યારે હાલની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે, વધુ બે દિવસ ગુજરાતને મેઘરાજા ધમરોળશે.
![મેઘરાજા વધુ બે દિવસ ગુજરાતને ધમરોળશે? આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? જાણો Weather Update: Heavy to very Heavy rainfall in Guajrat: IMD મેઘરાજા વધુ બે દિવસ ગુજરાતને ધમરોળશે? આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/30141656/Kutch.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યો છે ત્યારે હાલની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે, વધુ બે દિવસ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રવિવારે સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં 1થી 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે જેને કારણે પૂરની સ્થિતિ જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 31 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આજથી આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)