શોધખોળ કરો

મુખ્યમંત્રી પટેલ પાટીદાર સમાજ અંગે આજે લેશે ક્યો મોટો નિર્ણય ? સાંજે બોલાવી બેઠક, ક્યા દિગ્ગજ પાટીદાર નેતાઓને નિમંત્રણ ?

તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની ગુજરાત સરકારે ખાતરી આપી હતી. આ ખાતરી છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિને નિમંત્રમ અપાયું છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા સહિતના નેતા હાજર રહેશે. આ ઉપરાંત અન્ય પાટીદાર આગેવાનોપણ હાજર રહેશે. 6 ડીસેમ્બર, 2011 ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે આ બેઠક બોલાવાઈ છે.

તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી. આ પહેલાં ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે, આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.

મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના લાલજી પટેલ  અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયા વચ્ચે પોતપોતાના સમર્થકો સાથે બેઠક થઈ હતી.

પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા યોજાયેલી  બેઠકમાં એ વાત પર ભાર મૂકાયો હતો કે, પાટીદાર સમાજ દ્વારા આનંદીબેન પટેલની સરકાર વખતે કરાયેલા  આંદોલનમાં રજૂ કરાયેલી માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગ બાકી છે અને સરકારે તેનો અમલ કર્યો નથી. આ માગણીઓનો તાકીદે અમલ કરાવવા માટે સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) સંયુક્ત રીતે આંદોલન કરશે.

આ માગણીઓમાં શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ તથા પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ મુખ્ય હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget