શોધખોળ કરો
ગુજરાતમાં કઈ તારીખે ક્યાં પડી શકે અતિભારે વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી? જાણો વિગત
28 સપ્ટેમ્બરે આણંદ ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
![ગુજરાતમાં કઈ તારીખે ક્યાં પડી શકે અતિભારે વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી? જાણો વિગત What the weather department predicted due to heavy rainfall in Gujarat ગુજરાતમાં કઈ તારીખે ક્યાં પડી શકે અતિભારે વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/27092936/Rain-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
28 સપ્ટેમ્બરે આણંદ ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરના દિવસે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
30 સપ્ટેમ્બરે રાજ્યના છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. 01 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)