શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર અક્ષરધામ મંદિર ક્યારે ખુલશે? જાણો દર્શનના સમયમાં શું કરાયો ફેરફાર?
અક્ષરધામ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શનો બંધ રહેશે. આ સિવાય મંદિરમાં રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ પણ કરવામાં આવશે.
ગાંધીનગરઃ કોરોના મહામારીના કારણે બંધ કરવામાં આવેલું ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, અક્ષરધામ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં સાંજે સાંજે 5થી 7:30 સુધી જ દર્શન કરી શકાશે. મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શનો બંધ રહેશે. આ સિવાય મંદિરમાં રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ પણ કરવામાં આવશે.
મંદિરમાં ભક્તોને થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. સાથે મંદિરમાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જો કે મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion