શોધખોળ કરો
Advertisement
અમિત શાહે રૂપાણી સરકારના ક્યા મંત્રીની સીક્યુરિટી વધારીને Z કેટેગરીની કરી ? ગુજરાતમાં ક્યા ત્રણ VIPને જ મળે છે Z+ સીક્યુરિટી ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ઝેડ (Z) સિક્યોરિટી કવર આપવાનો નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ઝેડ (Z) સિક્યોરિટી કવર આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે શનિવારે સાંજે જાડેજાની સીક્યુરિટી વાય પ્લસ (Y +)થી વધારીને ઝેડ (Z) કરી હતી. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સે ગૃહ મંત્રી જાડેજા સામે આતંકી હુમલાનું જોખમ વધ્યાના રિપોર્ટ આપતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો છે.રાજ્યના ગૃહ વિભાગે જાડેજાની સિક્યોરિટી વધારવામાં આવી હોવાનું સ્વિકાર્યુ છે.
અત્યાર સુધી ઝેડ કેટેગરીની સુરક્ષા હેઠળ જાડેજાને એક પાયલોટ કાર ઉપરાંત આઠ સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા મળતી હતી. ઝેડ સિક્યોરિટી કવરને કારણે જાડેજાની મોટરકારની આગળ-પાછળ હથિયારબંધ સુરક્ષાકર્મીઓ સાથે પાયલોટીંગ-કોન્વોય મળશે.
ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. આ ત્રણ મહાનુભાવો પછી પ્રદીપસિંહ જાડેજાને Z કેટેગરીની સુરક્ષા અપાતાં તેમની સુરક્ષા ના.બ મુખ્યમંત્રી નીતિન પટેલ કરતાં વધી ગઈ છે. નીતિન પટેલને વાય કેટેગરીની સુરક્ષા મળે છે તેથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરતાં પણ હવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો થયો છે. ઝેડ કેટેગરીની સુરક્ષા મળતાં પ્રદીપસિંહ જાડેજાને બે એસ્કોર્ટ કાર અને નિવાસસ્થાને 6 સીક્યુરિટી ગાર્ડની સુરક્ષા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement