(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની કોણે કરી માંગ? મુખ્યમંત્રીને લખ્યો પત્ર
રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ બજેટમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
ગાંધીનગરઃ રાજસ્થાનની જેમ રાજ્યમાં પણ જૂની પેંશન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓમાં માગ ઉઠી રહી છે. ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોશિયેશને આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. કર્મચારીઓએ માંગણી કરી હતી કે ગુજરાતમાં પણ નવી પેશન યોજના સ્થાને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે. રાજ્યો માટે વૈકલ્પિક વ્યવસ્થા અનુસાર સ્વેચ્છાએ નવી પેન્શન યોજના અપનાવી શકે છે. પણ અન્ય રાજ્યોએ જેવા કે પશ્ચિમ બંગાળમાં જૂની પેન્શન યોજના હજુ અમલમાં છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ બજેટમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરે તેવી માંગણી કર્મચારીઓએ કરી હતી.
બીજી તરફ રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ કૉંગ્રેસે પ્રબળ બનાવી હતી. દ્વારકામાં ત્રણ દિવસિય કૉંગ્રેસની ચિંતન શિબિર પહેલા મીડિયા સાથેની વાતમાં રઘુ શર્માએ કહ્યુ કે, ચૂંટણીમાં જુની પેન્શન યોજના કૉંગ્રેસનો મુખ્ય મુદ્દો રહેશે. કૉંગ્રેસની સરકારો પ્રજાનો અવાજ સાંભળે છે અને અમલવારી પણ કરે છે.
કોંગ્રેસ ચિંતિન શિબિરઃ પહેલા દિવસે કયા કયા મુદ્દા પર થઈ ચર્ચા? જાણો મોટા સમાચાર
દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આજથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થઈ છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા ધજા પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ધજાનું પૂજન કર્યું હતું. પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પૂજામાં જોડાયા હતા.
આજે કોંગ્રેસની ચિંતન શિબિરમાં પહેલા દિવસે અલગ અલગ મુદ્દા પર થઈ ચર્ચા. સિનિયર લીડરની આગેવાનીમાં 10 ગ્રૂપ પાડી ચર્ચા કરાઈ. કમરતોડ મોંઘવારી, ખાડે ગયેલી અર્થ વ્યવસ્થા, બેરોજગારી અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. ખેડૂતોના સળગતા સવાલ, આરોગ્ય અને કોરોનામાં ગેરવહીવટ, કાયદો-વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી. બેફામ ભ્રષ્ટાચાર, મહિલાઓ અત્યાચાર, શિક્ષણ અને શહેરી સમસ્યા મુદ્દાઓ પર મંથન કરાયું. કોંગ્રેસ સંગઠન સામેના પડકારો કયા છે એના પર પણ મંથન થયું. હાજર સભ્યોએ મુદ્દોઓને લઇ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા.
ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કાર્યકર્તાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરા ખોર છે. ભાજપનો સામનો કરવાની તાકાત દ્વારકાધીશ આપે તેવી પ્રાર્થના. સત્ય-અસત્ય , ધર્મ-અધર્મની લડાઈમાં સંખ્યા મહત્વની નથી. મહાભારત અને રામાયણમાં જ જોઈલો, કંસ-કૃષ્ણનું યુદ્ધ જોઈલો. તમામમાં સંખ્યા નહિ પણ વિચાર અને વિચારધારા મહત્વની છે. 1885 પછી કેટલાય તડકા અને છાયડા કોંગ્રેસમાં આવ્યા. મીડિયામાં આવતી નાની-મોટી વાતોને અવગણો. નિરાશા અને માયુશી કોંગ્રેસના વિચારમાંના હોય. દ્વારકાની ભૂમિ પરથી નક્કી કરો કે અંગ્રેજો સામે આપણે ઝુક્યા નથી તો ભાજપ શુ ચીજ છે..!! કોંગ્રેસ 5-10 લોકોથી ચાલતી પાર્ટી નથી, કરોડો કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે. દુનિયાની કોઈપણ તાકાત રૂપિયાથી કે દબાણથી ખરીદી કે દબાવી નહિ શકે.
નોંધનીય છે કે, આગામી 2 માર્ચ, 2022ના રોજ ગુજરાત સરકાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં પેન્શનને લઈને સરકાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર