શોધખોળ કરો

Go First Cancelled Flights: ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ

GoFirst એ 19 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરલાઇન્સે ઓપરેશનલ કારણોસર તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.

Go First Flight Cancelled News: ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે 2023 સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને માહિતી આપતાં વાડિયા ગ્રુપની કંપનીએ કહ્યું કે રદ થયેલી ફ્લાઇટમાં ટિકિટનું રિફંડ પહેલાની જેમ જ પ્રક્રિયાના આધારે આપવામાં આવશે.

GoFirstએ જણાવ્યું હતું કે તેણે સમસ્યાના ઝડપી નિરાકરણ અને ઓપરેશનલ રિઝોલ્યુશન માટે અરજી કરી છે. ફ્લાઇટ બુકિંગની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગો ફર્સ્ટ એ કોઈપણ પ્રકારની માહિતી માટે https://bit.ly/42ab9la લિંક શેર કરી છે. જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી અથવા સમસ્યા માટે તમે અહીં સંપર્ક કરી શકો છો.

મુસાફરો રિફંડની રાહ જોઈ રહ્યા છે

ગયા અઠવાડિયા સુધી એટલે કે 12મે સુધી GoFirst એ તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી. આ અંગે DGCAએ યાત્રીઓના પૈસા વહેલામાં વહેલી તકે પરત કરવા જણાવ્યું હતું. જો કે, હજુ સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. મોટાભાગના મુસાફરો રિફંડની રાહ જોઈ રહ્યા છે. આ મુસાફરોને ક્રેડિટ નોટ આપવામાં આવી છે. જે પોર્ટ્સ પરથી મુસાફરોએ બુકિંગ કરાવ્યું હતું. ત્યાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કંપની દ્વારા કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

રિફંડ અંગે કંપનીએ શું કહ્યું

કંપનીનું કહેવું છે કે ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ મુસાફરો રિફંડને લઈને ચિંતિત છે. દરમિયાન, એરલાઈને કહ્યું છે કે અમે મુસાફરોની સમસ્યાઓ સમજી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં વધુ સારી ફ્લાઇટની ખાતરી આપીએ છીએ. રિફંડની સંપૂર્ણ રકમ મુસાફરોના ખાતામાં મોકલવામાં આવશે. જોકે, મુસાફરોને રિફંડના પૈસા ક્યારે પરત મળશે તે કહેવું મુશ્કેલ છે.

ગો ફર્સ્ટ કઈ સ્થિતિમાં છે?

ગો ફર્સ્ટ એરલાઇનની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. તે વાડિયા ગ્રૂપની એરલાઇન છે, જે સસ્તી હવાઇ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેણે NCLTમાં નાદારીની અરજી પણ દાખલ કરી હતી. કંપનીએ જણાવ્યું કે હાલમાં તે કેશ અને કેરી મોડમાં પેમેન્ટ કર્યા પછી જ ફ્લાઈટ ઓપરેટ કરી શકશે. તેના ઉપર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે.

ટોપ સ્ટોરી

આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

Embed widget