GSEB Result Live Update : ધોરણ 10નું 65.18 % પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા રિઝલ્ટ, વિદ્યાર્થિનીઓ મારી બાજી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે.

Background
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ 65.18 ટકા જાહેર થયું છે, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી શુભકામના
ધોરણ ૧૦ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ તમામ વિઘાર્થીઓને અભિનંદન. જીવનની તમામ કસોટીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ. સુરતના વિધાર્થીઓએ ધોરણ-૧૦ ના પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં ઝળહળતું પરિણામ મેળવ્યુ તે બદલ સૌ વ્હાલા વિધાર્થી મિત્રોને અનેકાનેક અભિનંદન.
ધોરણ ૧૦ ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ તમામ વિઘાર્થીઓને અભિનંદન. જીવનની તમામ કસોટીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ.
— Harsh Sanghavi (@sanghaviharsh) June 6, 2022
સુરતના વિધાર્થીઓએ ધોરણ-૧૦ ના
પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં ઝળહળતું પરિણામ મેળવ્યુ તે બદલ સૌ વ્હાલા વિધાર્થી મિત્રોને અનેકાનેક અભિનંદન.
રાજુલાની દીકરીએ ધોરણ 10માં ડંકો વગાડ્યો
હોસ્ટેલમાં રહીને પણ 99.99 PR મેળવ્યા. જાફરાબાદના પ્રિન્સસિપાલ કેશવભાઈ ચૌહાણની દીકરીએ મેદાનમાં માર્યું.





















