શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: ગુજરાતમાં 11 હજારથી વધુ લોકો ક્વોરન્ટાઈનમાં
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, 11,108 લોકો હાલ ક્વોરન્ટાઈનમાં છે. જેમાંથી 224 લોકો સરકારી સ્થાનો પર અને 10850 લોકો પોતાના ઘરમાં છે.
ગાંધીનગર: ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 33 પર પહોંચી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે યોગ્ય પગલા ઉઠવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, 11,108 લોકો હાલ ક્વોરન્ટાઈનમાં છે. જેમાંથી 224 લોકો સરકારી સ્થાનો પર અને 10850 લોકો પોતાના ઘરમાં છે. તમામ લોકોને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કુલ 34 હોસ્પિટલને કોરોના વાયરસ માટે રિઝર્વ રાખવામાં આવી છે. જો કોઈપણ સમયે જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ સરકારે ક્વોરન્ટાઈનું ઉલ્લંધન કરવા પર અત્યાર સુધીમાં કુલ 21 ફરીયાદ દાખલ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે રાત્રે 12 વાગ્યા બાદ રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement