શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં આજે 1197 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, રિકવરી રેટ 90.78 ટકા
રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 954 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું. રાજ્યમાં આજે 1197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,390 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.
વધુ વાંચો





















