શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 20 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી, આજે 1268 દર્દી સ્વસ્થ થયા
રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,36,259 પર પહોંચી છે. જો કે, સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બે મહિના બાદ રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,36,259 પર પહોંચી છે. જો કે, સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે 1268 લોકોએ કોરોના મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 2,20,393 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.28 ટકા છે.
રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 11559 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement