શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા, જાણો વિગત
અમરેલી જિલ્લામાં નવા બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા ચાર પર પહોંચી છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના વધુ નવા બે કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાના ઝીંઝુડામાં 45 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સિવાય અમરેલીના ચાડીયા ગામના એક 42 વર્ષના પુરૂષનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ચાડીયા ગામનો યુવક અમદાવાદના બાપુનગરથી વતનમાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં નવા બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા ચાર પર પહોંચી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યાવધીને 13 હજાર 282 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 803 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement