Accident: ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે અકસ્માતમાં સર્જાતા 2 યુવકનાં મોત
ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતમાં 2 યુવકનાં મોત થયા છે. જયારે અન્ય 4ને ગંભીર ઇજા થતાં હોસ્પિટલવ સારવાર માટે લઇ જવાયા છે. તમામ યુવક પ્લેયર હોવાનું જાણવા મળ્યું છે. આતમામ યુવાનોરેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા.
Accident:ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતમાં 2 યુવકનાં મોત થયા છે. જયારે અન્ય 4ને ગંભીર ઇજા થતાં હોસ્પિટલવ સારવાર માટે લઇ જવાયા છે. તમામ યુવક પ્લેયર હોવાનું જાણવા મળ્યું છે. આતમામ યુવાનોરેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા.
અકસ્માતમાં વિનોદ રાજપાલસિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયનું ઘટના સ્થળે મોત થયું છે તો અન્ય ચાર ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા હોસ્પિટલ લઇ જવાયા હતા. રોંગ સાઇડમાંથી આવતા ટ્રેક કારને અડફેટે લેતા 2 આશાસ્પદ યુવાનના મોત થયું છે.
યુવાનો રેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા,તમામ યુવાનો ગાંધીનગરના રહેવાસી હોવાની માહિતી મળી છે.
કઠલાલ પોલીસ તથા 108 ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતક યુવાનોના મૃતદેહ પીએમ માટે લઇ જવાયા હતા. 4 ઇજાગસ્તોને સારવાર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ યુવાનો નેશનલ ગેમમાં પણ રમી ચુક્યા છે. સ્પોર્ટસ ક્ષેત્રના આશાસ્પદ પદ યુવાનોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Surat: સુરતમાં કોરોનાને કારણે 50 વર્ષિય દર્દીનું મોત, તંત્ર એલર્ટ
સુરત: ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં રોજ 300થી વધુ મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે નાનપુરામાં એક આધેડનું મોત થયું છે. તેમની ઉંમર 50 વર્ષની હતી. મૃતક આધેડને પગલમાં ફ્રેક્ચર સહિતની બીમારીઓ પણ હતી. શહેરમાં વધુ ૩૭ પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર પણ એલર્ટ બન્યું
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો મોટો નિર્ણય
ગુજરાત રાજ્ય સહકારી બેંકમાંથી શંકર ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીએ રાજીનામું આપ્યું છે. ગઈકાલે GSCની મળેલી સામાન્ય સભામાં રાજીનામુ આપ્યું હતું. શંકર ચૌધરીએ GSCના વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.
છેલ્લા ઘડીએ સાંસદ મનસુખ વસાવાની પાછીપાની
નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ રાખવામાં આવી છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે આવવા તૈયાર નથી. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી. તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 4 લોકોની વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર થયા છે. 10 વાગે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ માટે પહોંચી જશે તેવી માહિતી સામે આવી છે. જોકે સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. એટલે એક વ્યક્તિ સાથે ડિબેટ થાય નહીં. આમ દેશની પ્રથમ ઓપન ડિબેટ કેન્સલ થઈ છે. તો બીજી તરફ ડિબેટ કેન્સલ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત પોલીસે ચેતર વસાવાને ડેડીયાપડા ખાતે નજર કેદ કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે.
અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો
મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.