Anand: આણંદમાં ભાજપ નેતાએ ભાડે આપેલા ગોડાઉનમાંથી મળી આવ્યો 291 પેટી દારુ, પોલીસે નોંધ્યો ગુન્હો
આણંદ: વલ્લભવિદ્યાનગર શહેર ભાજપનાં મહામંત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. શહેર ભાજપ મહામંત્રી નંદકિશોર લીંબાસિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આણંદ: વલ્લભવિદ્યાનગર શહેર ભાજપનાં મહામંત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. શહેર ભાજપ મહામંત્રી નંદકિશોર લીંબાસિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. GIDC માં આવેલું ગોડાઉન પરપ્રાંતીય શખ્સોને ભાડે આપ્યાની પોલીસને જાણ કરી ન હતી. શહેર ભાજપ મહામંત્રીનાં ગોડાઉનમાંથી થોડા દિવસ પહેલા દારૂ ઝડપાયો હતો. LCB દ્વારા ગોડાઉનમાં રેડ પાડવામાં આવતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. રેડમાં 291 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCB દ્વારા 4 પરપ્રાંતિયોની ધરપકડ કરવામાં આવી છે.
હવે નહીં થાય પેપર લીક ?
પેપર લીક કૌભાંડીયાની હવે ખેર નથી. રાજ્યમાં સરકારી ભરતી એજંસી દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં પેપર ફૂટી જવાના મુદ્દાની તપાસ કરીને ગૃહ વિભાગને ભલામણ કરાઈ કે પ્રશ્ન પત્રો ફૂટી જવાના વિરુદ્ધ ખાસ કાયદો અધિનિયમન કરી સત્વરે પ્રશ્ન પત્રો ફૂટી જવાના મુદ્દાનો ઉકેલ જરૂરી હોવાથી આવી પ્રવૃતિઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત જાહેર સેવા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023 તૈયાર કરાયો છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. ઉપરાંત પરીક્ષા વ્યવસ્થા પાછળનો તમામ ખર્ચ વસૂલવાની જોગવાઈ છે. વિધેયકમાં બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્રની જોગવાઈનો સમાવેશ છે.
વિધેયકમાં પરીક્ષાર્થીઓએ મેળવેલી અનઅધિકૃત મદદ, ગેરરીતિ કરવા કે આચવાને અટકાવવા બાબતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર અને ઉત્તરવહી તથા ઓએમઆર શીટ અનઅધિકૃત કબ્જો લેવાય તેની સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. પરીક્ષા કાર્ય સોંપવામાં આવ્યું હોય અથવા તેવી કોઈ વ્યક્તિ થકી પેપર ફૂટી જતું અટકાવવા બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જાહેર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સિવાય કોઈ સ્થળનો ઉપયોગ ન કરવાનો સમાવેશ છે.
23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો
વ્યવસ્થાપક મંડળ, સંસ્થા કે અન્ય થકી કરવામાં આવતાં ગુના સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. મદદ કરવા પર મનાઈ, ગુનો અને તેની શિક્ષા દોષિત ઠરેથી બાકાત રાખવાનો પણ સમાવેશ છે. 23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો છે. પેપર લીક દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ માટે જાહેર પરીક્ષાથી બાકાત રખાશે. પેપર લીક કે કાવતરું કરનાર દોષીની જંગમ, સ્થાવર મિલ્કતનું વેચાણ કરી વસૂલાત કરવામાં આવે તેવી પણ જોગવાઈ છે.