GSRTC: એસટી વિભાગને હોળીનો તહેવાર દિવાળી સાબિત થયો, જાણો કેમ થઈ કરોડોની આવક
Gujarat ST Corporation: ગુજરાત વાહન વ્યવહાર વિભાગ નિગમને હોળીનો તહેવાર દિવાળી સાબિત થયો છે. એસટી નિગમ દ્વારા હોળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું.
Gujarat ST Corporation: ગુજરાત વાહન વ્યવહાર વિભાગ નિગમને હોળીનો તહેવાર દિવાળી સાબિત થયો છે. એસટી નિગમ દ્વારા હોળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં નિગમને 4.9 કરોડની મોટી આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. ગયાં વર્ષે એસટી નિગમને 3. 54 કરોડની આવક થઈ હતી.
દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ એસટી નિગમને હોળીનો તહેવાર ફળ્યો છે. બે માર્ચથી લઈને આઠ માર્ચ સુધી એસટી નિગમ દ્વારા મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં 7,734 ટ્રીપ 1200 જેટલીની મદદથી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એસટી નિગમની બસોમાં 3 લાખ 91,249 જેટલા મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. હોળી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં નિગમ દ્વારા મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે ખાસ આયોજન કરતું હોય છે અને વધુમાં વધુ બસનું સંચાલન કરી કમાણી કરતું હોય છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં શ્રમિક વર્ગ હોળીના તહેવાર માટે પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાના શહેરોને ગામડાઓમાં મુસાફરી કરતા હોય છે. આ વર્ષે સૌથી વધુ વલસાડ વિભાગની 740 ટ્રીપ થઈ છે. જેમાં 62,277 પ્રવાસીઓએ મુસાફરી કરી. જ્યારે આવકની દ્રષ્ટિએ અમદાવાદ વિભાગને સૌથી વધારે આવા કેટલે કે 39 લાખ 44,198 જેટલી આવક થઈ છે. માત્ર એટલું જ નહીં પરંતુ એસટી નિગમમાં દિવસને દિવસે ઓનલાઇન ટિકિટ બુક કરાવી મુસાફરી કરનાર વર્ગની સંખ્યા પણમાં પણ વધારો થયો છે. એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશનના માધ્યમ થકી નિગમને 25 ફેબ્રઆરીથી લઈને 8 માર્ચ સુધી નિગમને દૈનિક એક કરોડથી વધારેની આવક થઈ. આ સમયગાળા દરમિયાન દૈનિક 60000 થી લઈને 72,000 જેટલી ટિકિટ એડવાન્સ બુક થઈ હતી.
સાબરકાંઠામાં IAS અધિકારી નિતીન સાંગવાન પર હુમલો
સાબરકાંઠા: ધરોઈ ડેમના જળાશયમાં ફિશરીઝ ઈન્સપેક્શન કરવા ગયેલા IAS અધિકારી નિતીન સાંગવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પગમાં બચકું ભર્યા બાદ હુમલો કરાયો હતો. સબસીડી ચુકવણીને લઈ ઈન્સ્પેક્શન કરી રહ્યા હોવાને લઈ સવાલ કરતા ફિશીંગ મંડળીના કેટલાક સખ્શોએ હુમલો કર્યો હતો. હુમલાની ઘટના બાદ વડાલી પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધર્યા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
MS યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન બન્યું ઉગ્ર
વડોદરા: એમએસ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. આ દરમિયાન વધુ એક વિદ્યાર્થિની બેભાન થઈ છે. વિદ્યાર્થિનીને વિજિલન્સ ઓફિસમાં ખસેડતા સમયે દરવાજો નહીં ખોલતા રકઝક થઈ હતી. વિદ્યાર્થી અગ્રણીએ વિજિલન્સ ઓફિસનો દરવાજો તોડ્યો હતો. ઓફિસમાં દરવાજો તૂટતા કાચ વેરવિખેર થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ એક્શનમાં આવી છે. એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એબીવીપીના વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર સ્વરુપ લઈ રહ્યો છે. હેડ ઓફિસ ખાતે ધક્કા મૂકી અને વિરોધમાં ઓફિસ બહારના કાચ પણ તૂટ્યા છે. વિદ્યાર્થીઓ વીસીની કામગીરીથી નારાજ થઈ આજે વીસી લાપતાના પોસ્ટર પણ લગાવ્યા હતા. સુત્રોચાર સાથે હાલ ઉગ્ર વીરોધને લઈ સ્થાનિક પોલીસ પણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચી છે.