સુરેન્દ્રનગર: વઢવાણ ભોગાવો નદીમાં ડૂબી જતા 2 બાળકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો નદીમાં 2 બાળકો ડૂબી જતા તેમના મોત થયા છે. નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. ત્રણેય બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો નદીમાં 2 બાળકો ડૂબી જતા તેમના મોત થયા છે. નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. ત્રણેય બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકને આસપાસના લોકોએ બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અંદાજે 12 થી 14 વર્ષના ત્રણ બાળકો ભોગાવો નદીમાં રમવા ગયા હતા અને આ દરમિયાન ડૂબ્યાં હોવાની ચર્ચા છે. બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ તેમજ ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ભોગાવો નદી પસાર થાય છે ત્યારે અવાર-નવાર ડુબી જવાથી અપમૃત્યુના બનાવો વધી રહ્યાં છે.
રાજ્યમાં બે દિવસ સિવિયર હિટવેવની આગાહી
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં બે દિવસ સીવીયર હિટવેવની આગાહી છે. ગુજરાતમાં અગનવર્ષા વરસશે. 45 ડિગ્રી સુધી ગરમીનો પારો જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગ્રી નોંધાયુ હતું. રાજ્યમાં અગનવર્ષાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરૂવારે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના નહીંવત છે.
આજે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેંદ્રનગર,રાજકોટ, અમરેલી તો શનિવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર,રાજકોટ, સુરેંદ્રનગર,અમરેલી તો રવિવારે બનાસકાંઠા અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.