શોધખોળ કરો
Advertisement
અમરેલી: લાઠીની SBI બેંકના 3 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બેંક આટલા દિવસ બંધ રહેશે ?
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ 1 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ પણ 94 ટકાથી વધારે છે.
અમરેલી: કોરોના વાયરસના સંક્રમણમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ 1 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ પણ 94 ટકાથી વધારે છે. અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલી એસબીઆઈ બેંકના 3 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લાઠીની એસબીઆઈ બેંકના ત્રણ કર્મચારીનો રિપોર્ટ પોઝિટવ આવતા બેંકને બંધ કરવામાં આવી છે. આજે અને આવતી કાલે એમ બે દિવસ સુધી બેંક બંધ રહેશે. બેંકની બહાર બોર્ડ લગાવી કસ્ટમરોને જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોના વાયરસનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,42,655 પર પહોંચી છે.જ્યારે આજે વધુ 6 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4288 પર પહોંચ્યો છે. જો કે, સારી વાત એ છે કે, આજે વધુ 1016 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement