શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કેરઃ આજે 4 નવા કેસ આવ્યા, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 179
ગુજરાતમાં જે કુલ 179 કોરના પોઝિટિવ કેસ છે તેમાંથી 136 દર્દીની સ્થિતિ સ્થિર છે. જ્યારે 2 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં આજે ચાર નવા કોરોના પોઝિટવ કેસ જોવા મળ્યા છે. જેમાં સુરતમાં 1, વડોદરામાં એક અને ભાવનગરમાં 2 નવા કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 179એ પહોંચી ગઈ છે. જ્યારે 16 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં જે કુલ 179 કોરના પોઝિટિવ કેસ છે તેમાંથી 136 દર્દીની સ્થિતિ સ્થિર છે. જ્યારે 2 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત 25 લોકો સાજા થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ 179 કેસમાંથી હજુ પણ 138 કેસ એક્ટિવ છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 932 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 14 પોઝિટિવ અને 687 નેગેટિવ આવ્યા છે જ્યારે 231 સેમ્પલ પેન્ડિંગ છે.
અત્યાર સુધીમાં જે 179 કેસ આવ્યા છે તેમાંથી 33 કેસ વિદેશથી ટ્રાવેલ કરેલ વ્યક્તિના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્ય ટ્રાવેલના છે. ઉપરાંત 114 કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે આવ્યા છે.
- અમદાવાદ - 83
- સુરત - 23
- રાજકોટ - 11
- વડોદરા - 13
- ગાંધીનગર - 13
- ભાવનગર - 16
- કચ્છ - 2
- મહેસાણા - 2
- ગીર સોમનાથ - 2
- પોરબંદર - 3
- પંચમહાલ - 1
- પાટણ - 5
- છોટા ઉદેપુર - 1
- જામનગર - 1
- મોરબી - 1
- આણંદ - 1
- સાબરકાંઠા - 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion