રાજ્યના 47 PI ની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફરજ બજાવતા 47 બિનહથીયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફરજ બજાવતા 47 બિનહથીયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. અચાનક બદલી કરવામાં આવતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય શરુ થયો છે. રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા આ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે જણાવાયું છે.
રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ પણ ટુંક સમયમાં આવી શકે છે. રાજ્યના DGP વિકાસ સહાયના આદેશથી 47 પોલીસ ઈન્સપેક્ટર્સની બદલી કરવામાં આવી છે. તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે આદેશમાં સુચન કરવામાં આવ્યું છે.
એમડી ચૌધરીને સુરેન્દ્રનગરથી વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. એમ.સી.નાયક એટીએસમાંથી સુરત શહેરમાં બદલી કરાઈ છે. જેએન ચાવડાની એટીએસમાંથી ઈન્ટેલીજન્સમાં બદલી કરવામાં આવી છે. ડીઆર ગઢવીની રાજકોટ ગ્રામ્યમાંથી બનાસકાંઠામાં બદલી કરવામાં આવી છે.
આ સિવાય જેપી જાડેજાની છોટાઉદેપુરથી અમદાવાદ શહેરમાં બદલી કરાઈ છે. બીકે ભારાઈની અરવલ્લીથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ડીએમ હરીપરાની દાહોદથી રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ
અમરેલી જિલ્લામાં મીની વાવજોડા જેવો માહોલ છે. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે. ધૂળની ડમરી ઉડતા દોડધામ મચી ગઈ હતી. અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા શહેરમાં વાવાજોડા જેવો માહોલ જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે.
બપોર બાદ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે. વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે.
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબકયો છે. અમરેલીના શેડુભાર, વડીયા, લાઠી, લિલીયાના નાના કણકોટ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામા ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
ગોંડલ તાલુકાના પાટીયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં અચાનક ભારે પવન ફૂકાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મીની વાવાઝોડું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.