મંગળવારે અમંગળ, રાજ્યમાં સર્જાયેલી અગલ- અલગ ભયંકર ઘટનામાં 5નાં મૃત્યુુ તો પાંચ ઇજાગ્રસ્ત
રાજ્યમાં બનેલી અલગ –અલગ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 5 લોકોને ઇજા થઇ છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં મધ્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે કેટલીક જગ્યાએ ભારે વરસાદ આફતરૂપ બની રહ્યો છે. વડોદરા પાદરાના ચોકારી ગામે સર્જાયેલી દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહીં શાહપુરા વિસ્તારમાં મકાન ધરાસાયી થતાં 5 લોકોને ગંભીર ઇજા થઇ હોવાના અહેવાલ છે. ઇજા ગંભીર હોવાથી પાંચેય લોકોને પ્રાથમિક સારવાર વડુ સરકારી દવાખાને આપીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તો બીજી તરફ મહેસાણાના કડી કેનાલમાં એકજ પરીવાર ત્રણ સભ્યોએ કેનાલમાં મોતની છલાંગ લગાવતાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એકનો બચાવ થયો છે, ઉલ્લેખનિય છે કે, પિતા એ બે પુત્રો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે સ્થાનિકોએ એક બે વર્ષના બાળકને બચાવી લીધો હોતો જ્યારે જ્યારે પિતા અને અન્ય એક પુત્રની કેનાલના પાણીમાં ગરકાવ થઇ જતાં બંનેના કરૂણ મોત નિપજ્યા છે. પિતાએ પુત્રો સાથે મોતને કેમ વ્હાલુ કર્યું તે અંગે કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ખેડાના ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં પણ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યો છે. એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું કરંટ લાગવાથી મોત થયું છે. નાહવા ગયેલા યુવકે સ્વીચબોર્ડને અડકતા કરંટ લાગ્યો હતો. અન્ય બંને ભાઇઓ તેમને બચાવવા જતાં તણેય કરંટની ઝપેટમાં આવતા એક જ પરિવારના ભાનુભાઈ બુધાભાઈ પરમાર,જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર,નરેન્દ્ર ભાઈ ગુણવંતભાઈ પરમાર, એમ ત્રણેય ભાઇઓના કમકમાટીભર્યા મૃત્યું થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં બે અલગ અલગ વિસ્તારમાં બે નાના બાળકો ડુબતા મૃત્યુ નિપજ્યાં છે. એક પાણીના કુંડીમાં ડુબતા મૃત્યું થયું છે તો અન્ય એક બાળક પાણી ના ખાડામાં ગબડી પડતાં મૃત્યુ થયું છે. ધોરાજીના ઝાંઝમેર ગામ ખેતર વિસ્તારમાં રમતા રમતા યોગેશ નામનો દોઢ વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. તો મોટા ગુંદાળા ગામ બાયો કોલના કારખાનામાં પાણીની કુંડીમાં રમતા રમતા પડી જતા અશ્વિન ભાઈ ડામોર નામના 2 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. માસૂના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.