Exam Paper Leak: 7થી 10 લાખમાં પેપરનો સોદો થયાનો ખુલાસો, 40 પરીક્ષાર્થીઓએ ખરીદ્યાની આશંકા
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવાનાર ખુલાસા થઇ રહ્યાં છે. વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીએ આ પેપરનો સાતથી દસ લાખ રુપિયામાં સોદો કર્યાનો ખુલાસો થયો છે.
Exam Paper Leak:જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવાનાર ખુલાસા થઇ રહ્યાં છે. વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીએ આ પેપરનો સાતથી દસ લાખ રુપિયામાં સોદો કર્યાનો ખુલાસો થયો છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. પોલીસ તપાસમાં 40 ઉમેદવાર સુધી આ પેપર પહોંચ્યું હોવાનું સામે આવ્યું હોવાથી પરીક્ષા આપનાર ઉમેદવારો સહિત તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો.
Paper Leak News Live Update: પેપર ફોડવાનું કૃત્ય ગુજરાત બહારની ગેંગે કર્યું: રાધિકા કચેરિયા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાધિક કચેરિયાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.
Paper Leak News Live Update: પેપર જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
ગાંધીનગર :જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.
પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે. એટીએસે કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
Paper Leak News Live Update: પેપર પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓમાં રોષ
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા વિદ્યાર્થીઓમાં રોષજોવા મળી રહ્યો છે પોરબંદર ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ એસટી ખાતે હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓનો આરોપ છે કે એસટી તંત્ર દ્વારા ડબલ ભાડા લેવામાં આવ્યા છે સરકાર દ્વારા આજના દિવસે વિદ્યાર્થીઓ માટે એસટીમાં કોઈપણ ટિકિટ વગર વિદ્યાર્થીઓને બેસાડવા જોઈએ, પોરબંદર ખાતે 35 કેન્દ્રોમાં 10,470 વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવાના હતા.