શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં આજે 70 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 378 થઈ
રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 70 કેસ નોંધાયા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારમાં મળ્યા છે, 3ને ડિસ્ચાર્જ કરાયા છે. સૌથી વધુ અમદાવાદમાં આજે 44 કેસ નોંધાયા છે.

ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 70 કેસ નોંધાયા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારમાં મળ્યા છે, 3ને ડિસ્ચાર્જ કરાયા છે. સૌથી વધુ અમદાવાદમાં આજે 44 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 20 અને સુરત-ભરૂચમાં 3-3 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 378 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયા છે. રાજ્યમાં 378 પોઝિટિવ કેસમાંથી 332 સ્થિર છે જ્યારે 3 વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 33 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે. ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 1519 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 116 પોઝિટિવ, 1300 નેગેટિવ અને 103 સેમ્પલ પેન્ડિંગ છે. ગુજરાતમાં ક્યાં કેટલા કેસ અમદાવાદ 197 સુરત - 27 રાજકોટ - 18 વડોદરા - 59 ગાંધીનગર - 14 ભાવનગર - 22 કચ્છ - 4 મહેસાણા - 2 ગીર સોમનાથ - 2 પોરબંદર - 3 પંચમહાલ - 1 પાટણ - 14 છોટા ઉદેપુર - 2 જામનગર -1 મોરબી - 1 આણંદ - 2 સાબરકાંઠા - 1 દાહોદા - 1 ભરૂચ - 7
વધુ વાંચો




















