Rain: મહેસાણાના વિજાપુરમાં બારેમેઘખાંગા, 4 કલાકમાં 8 ઇંચ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન
Rain:ઉત્તર ગુજરાત પર આજે મેઘરાજા મહેરબાન થયા છે. તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.
Rain update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર, મધ્ય અને દક્ષિણના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તાર જળમગ્ન બન્યા છે. આઠ ઈંચ વરસાદથી વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આઠ ઇંચ વરસાદ વરસતા
ટીબી રોડ, બોમ્બે સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ છે. દુકાનો અને રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલેન પારાવાર નુકસાન થયું છે. વિજાપુરની મનમંદિર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વિજાપુરમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. રોડ રસ્તા જળમગ્ન થઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મહેસાણા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વિસનગરમાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.વિસનગર ઉપરાંત વડનગર, ઊંઝામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાંડુ, વાલમ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તાર પર મેઘો મહેરબાન થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની (Rain)શક્યતા છે. ભારે વરસાદના અનુમાનને લઇને આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં એલર્ટ આપ્યું છે. આજે વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. છે. . તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.
આજે રાજ્યના આઠ જિલ્લામાં અતિભારે વરસાદ ( heavy Rain)ની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ (rain) વરસી શકે છે.રાજ્યના 19 જિલ્લામાં આજે ભારે વરસાદની (heavy Rain) આગાહી કરવામાં આવી છે. .. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર,દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.