Gandhinagar: રાજ્યમાં 82 નાયબ પોલીસ અધિક્ષકની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે મુજબના નાયબ પોલીસ અધિક્ષક(બિનહથિયારી)વર્ગ-1 સંવર્ગના અધિકારીઓને જાહેર હિતમાં તેઓના નામ સાથે કોલમ નં(3)માં દર્શાવેલ જગ્યાએ બદલીથી નિમણૂક આપવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે તે સમયે જાહેર થઇ શકે છે. રાજ્યમાં 23 IPS અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના 82 નાયબ પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી છે.
રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે મુજબના નાયબ પોલીસ અધિક્ષક(બિનહથિયારી)વર્ગ-1 સંવર્ગના અધિકારીઓને જાહેર હિતમાં તેઓના નામ સાથે કોલમ નં(3)માં દર્શાવેલ જગ્યાએ બદલીથી નિમણૂક આપવામાં આવી છે.
રાજ્યમાં IPS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. જેમાં આજે ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે. ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં શનિવારની રાત્રે કુલ 82 DySPની બદલી કરાઇ છે. જેમાં એચ.કે.વાઘેલાની પાટણથી ગાંધીનગર બદલી, ડી.ડી ચૌધરીની ભાવનગરથી પાટણ બદલી, એમ.કે.રાણા VIP સિક્યોરિટી ગાંધીનગર ખાતે બદલી, સી.સી.ખટ્ટાણાની SC-ST સેલ પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.
માસ સીએલ પર ગયેલા શિક્ષકોની માગી માહિતી
ગાંધીનગરઃ ગુજરાતના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભીખાભાઈ અને દિગ્વિજસિંહે કરેલા સમાધાનથી શિક્ષકો નારાજ છે. સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.
બીજી તરફ, માસ સીએલ પર ગયેલા શિક્ષકો સામે સરકાર આકરા પાણીએ છે. શિક્ષણ વિભાગે માસ સીએલ પર ગયેલા તમામ શિક્ષકોની માહિતી માંગી છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાંના આદેશ . વહીવટી શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા? તે અંગેની નોટિસ ફટકારવામાં આવશે.
અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાની 985 શાળાના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. 6700 પૈકીના મોટા ભાગના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મોરબી જિલ્લાના 3200થી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે.
બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓ ના શિક્ષકો માસ cl ઉપર છે. જિલ્લાની 2453 શાળાઓમાંથી ૯૦ ટકા શાળાઓને લાગ્યા ખંભાતી તાળા. વિદ્યાસહાયક શિક્ષકો, એક વર્ષમાં નિવૃત્ત થતા હોય તેવા શિક્ષકો અને પ્રવાસીઓ શિક્ષકો નથી માસ સીએલ ઉપર. જૂની પેન્શન યોજના ની મુખ્ય માંગ ની અમલવારી ન થતા શિક્ષક આલમમાં રોષ. ગઈકાલથી જ શિક્ષકોએ સરકારના વિવિધ મંડળોના નિર્ણયથી નારાજ થઈ આજે ઉતર્યા માસ સીએલ ઉપર. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા, લાખણી,દિયોદર,વાવ,થરાદ ભાભર,કાંકરેજ,ડીસા,પાલનપુર સહિતની શાળાઓને લાગ્યા તાળા. પંચમહાલ જિલ્લાની મોટા ભાગની શાળાના શિક્ષકો માસ CL ઉપર . સરકારના નિર્ણયથી અસંતુષ્ટ શિક્ષકોએ માસ CL નો કાર્યક્રમ યથાવત રાખ્યો . જિલ્લાની 50 ટકા ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય બંધ. જૂની પેન્સન યોજના મુખ્ય માગ જેની અમલવારી ન થતા શિક્ષકો દ્વારા માસ CL ઉપર ઉતરવાનો લેવાયો નિર્ણય . ગઈકાલના સરકાર અને વિવિધ મંડળોના નિર્ણયથી શિક્ષકો માં જૉવા મળી છે નારાજગી.