શોધખોળ કરો

CNGના વધારા સામે રીક્ષા ચાલકોની હડતાળ, રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો 36 કલાક માટે હડતાળ પર, જાણો ક્યાં જિલ્લા નથી જોડાયા

પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોની પરેશાની વધી છે. આજથી રાજ્યના રીક્ષા ચાલકો 36 કલાક સુધીની હડતાળ પર ઉતર્યાં છે.

પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોની પરેશાની વધી છે. આજથી  રાજ્યના રીક્ષા ચાલકો 36 કલાક સુધીની હડતાળ પર ઉતર્યાં છે.પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોને પણ રોજગારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. CNG ભાવ વધારાના વિરોધમાં તેમજ પોલીસની રીક્ષા ચાલકોને કનડગત ના કરે તેવા અલગ અલગ મુદા સાથે રિક્ષા ચાલકો બે દિવસ 15 અને 16 નવેમ્બર સુધી હડતાળ પર ઉતર્યાં છે. .

ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ ડિઝલની કિંમતની સાથે CNG ભાવમાં વધારો થયો છે આ સ્થિતિમાં રીક્ષાચાલકો મિનિમમ ભાડું 20 રૂપિયા નિર્ઘારિત કરવાની માંગણી કરી રહ્યાં છે. ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને થતી કનડગત મામલે પણ રીક્ષા ચાલકો નારાજ છે. આ સાથે રીક્ષા ચાલકોને નડતાં અનેક પ્રશ્નો મદ્દે ગઇકાલે રીક્ષા ચાલકોએ કાળી પટ્ટી બાંધીને તેમની માંગણીની રજૂઆત કરી હતી.

સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રીક્ષા એસોશિયએશનને હડતાળને સમર્થન નથી આપ્યું. આ જિલ્લાના રીક્ષા ચાલકો હડતાળમાં નથી જોડાયા.

અગાઉ પણ રીક્ષા યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં રીક્ષા ચાલકોના આ તમામ મુદ્દે ચર્ચા થઇ હતી. યુનિયનની બેઠક સમયે જ 15 નવેમ્બર સુધી પ્ર્શનોનું નિરાકરણ ન આવતા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રીક્ષા ચાલકોની માંગણી ન સંતોષાતાં આખરે 15 અને 16 નવેમ્બર સુધી  સુધી રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. . જેના કારણે રાજ્યમાં આશરે 15 લાખથી વધારે રિક્ષાના પેંડા થંભી જશે. રીક્ષા ચાલકો ની 2 દિવસની હડતાળમાં ૨૦ જેટલા યુનિયન જોડાશે.. રીક્ષા યુનિયનના નિવેદન મુજબ જો  બાદ સરકાર નહિ જાગે અને રીક્ષા ચાલકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો રીક્ષા યુનિયને  21 નવેમ્બરથી  અચોક્કસ મુદત ની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે.

 વાહન વ્યવહાર મંત્રી દ્વારા તા. ૨ નવેમ્બર ૨૦૨૧થી રીક્ષા ભાડામાં વધારા સાથે મિનિમમ ભાડુ રૂ. ૧૫ હતા તેના બદલે મિનિમમ ભાડુ રૂ. ૧૮ કરવામાં આવ્યુ છે. જો કે, રીક્ષાચાલકો મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગણી કરી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?

Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી

Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ

IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું

ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ

General Knowledge:  વિશ્વના સૌથી ધનિક દેશોમાં કેટલી વર્ષ જીવે છે લોકો? જાણો ભારત કયા નંબરે છે?

Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા

INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ

Embed widget