પેરેન્ટસ માટે લાલબતી સમાન કિસ્સો, બાળકી રમતાં-રમતાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ખાબકી, માસુમનું મોત
જૂનાગઢના માણાવદરમાં માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. અહી બાળકી આંગણામાં રમતા રમતા ખુલ્લી અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા મોત થયું છે.
જૂનાગઢ: માણાવદકમાં અકસ્માતે પાંચ વર્ષિય માસૂમ બાળકીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ કિસ્સો અન્ય માતા-પિતા માટે પણ લાલબતી સમાન છે. ફળિયામાં પાણી સંગ્રહ માટે બનાવેલી ટાંકી ખુલ્લી હોવાથી બાળકી અહીં રમતા રમતા પડી ગઇ હતી. પરિવારના સભ્યોની નજર પડે તે પહેલા જ બાળકી અંદર ખાબકી હતી. જો કે ઘટના બાદ તાબડતોબ બાળકીના રેસ્કયુ માટે કવાયત હાથ ધરી હતી પરંતુ બાળકીને દુર્ભાગ્ય વશ બચાવી ન શકાય. સ્નેહા જોશી નામની માસૂમ બાળકીના નિધનથી પરિવાર શોકાતુર બન્યો છે. અકસ્માતે અને થોડી બેદરકારીના કારણે માસૂમનો જીવ જતાં અફસોસ સાથે પરિવાર આઘાતમાં છે
આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબતી સમાન છે. બોરવેલમાં પડી જવાથી અને આ રીતે ટાંકીમાં પડી જવાથી બાળકોના મોતના કિસ્સા બનતા રહે છે. માસૂમના આવા અકસ્માતે મોત માટે ઘરના પરિવારની બેદરકારી જ જવાબદાર હોય છે.
ઘરમાં જ્યારે બાળક હોય ત્યારે ખૂબ જ સાવધાની વર્તવી જરૂરી છે. જાણીએ બાળકો ઘરમાં હોય તો શું સાવધાની રાખવી જોઇએ. હિટર જેવા ઉપકરણ બાળકોની પહોંચથી દૂર રાખવા જોઇએ. જો ઘરમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી હોય તો તેને ખુલ્લી ક્યારેય ન છોડવી જોઇએ. બાળકો કોઇ ઝેરી પદાર્થ કે વસ્તુ ન ગળી ન જાય તે માટે આવી વસ્તુઓ પણ બાળકની પહોંચથી દૂર જ રાખવી જોઇએ. આ પ્રકારની આદતોને અપનાવીને આપ આપના માસૂમને અકસમાતે ઘરમાં જ થતાં મોતથી બચાવી શકો છો.
આ પણ વાંચો
ODI World Cup 2023: આજે ભારત-ન્યુઝીલેન્ડની ટ્કકર, જાણો કેવો રહેશે પિચનો મિજાજ
Israel-Hamas War: ગાઝા બાદ હવે વેસ્ટ બેંકમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, જાણો 10 મોટા અપડેટ્સ
Upcoming IPOs: રોકાણકારો માટે કમાણીનો મોટો મોકો, આવતા સપ્તાહે આ 5 કંપનીના આવી રહ્યા છે IPO
Rajasthan Congress Candidates List: રાજસ્થાનમાં કૉંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કઈ બેઠક પરથી લડશે સચિન પાયલટ