શોધખોળ કરો

ODI World Cup 2023: આજે ભારત-ન્યુઝીલેન્ડની ટ્કકર, જાણો કેવો રહેશે પિચનો મિજાજ

IND vs NZ: ધર્મશાલામાં અત્યાર સુધીમાં કુલ 7 ODI મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ દાવમાં માત્ર ત્રણ વખત 250+ સ્કોર બન્યો છે. અહીં ત્રણ વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ 200નો આંકડો પણ સ્પર્શી શકી નથી.

NZ vs IND Match Preview: વર્લ્ડ કપ 2023માં આજે રત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો છે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન હંમેશા ઝડપી બોલરો માટે મદદરૂપ સાબિત થયું છે. આજની મેચમાં પણ ફાસ્ટર્સનું વર્ચસ્વ રહેવાની અપેક્ષા છે.

રનચેઝ કરનારી ટીમ 4 વખત બની છે વિજેતા

ધર્મશાલામાં અત્યાર સુધીમાં કુલ 7 ODI મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ દાવમાં માત્ર ત્રણ વખત 250+ સ્કોર બન્યો છે. અહીં ત્રણ વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ 200નો આંકડો પણ સ્પર્શી શકી નથી. આ સાત મેચોમાં ટોસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અહીં પીછો કરતી ટીમ 4 વખત જીતી છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 3 વખત જીતી છે.

વર્લ્ડ કપ 2023માં ધર્મશાલાના આંકડા

આ વર્લ્ડ કપમાં પણ ધર્મશાલામાં ત્રણ મેચ રમાઈ છે. આ ત્રણેય મેચોમાં પિચનું મિશ્રિત સંસ્કરણ ઉભરી આવ્યું છે. પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો દાવ 156 રને સમેટાઈ ગયો હતો. જવાબમાં બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવીને આસાન વિજય મેળવ્યો હતો. અહીં બીજી મેચમાં ઈંગ્લેન્ડે 364 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં નેધરલેન્ડે 245 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 207 રનમાં આઉટ કરીને અપસેટ સર્જ્યો હતો. આ ત્રણેય મેચોમાં ઝડપી બોલરોએ ઘણી વિકેટો લીધી છે. જોકે, સ્પિનરો પણ અહીં અસરકારક રહ્યા છે આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોમાં બધા ફાસ્ટ છે.

આજે પિચનો મૂડ કેવો રહેશે?

મેચના એક દિવસ પહેલા ધર્મશાલાની પીચ પર ઘણું ઘાસ જોવા મળ્યું હતું. જો કે આજે મોટા ભાગનું ઘાસ દૂર કરવામાં આવશે. આ હોવા છતાં, પિચ પર ગતિ અને મૂવમેન્ટ હશે. આજે ધર્મશાલામાં વાતાવરણ ઠંડુ અને વાદળછાયું રહેશે. હવામાન પણ ફાસ્ટ બોલરોને થોડી મદદ કરશે. જો કે, અહીં બેટ્સમેન અને સ્પિનરો માટે પણ તક હશે.

ભારત-ન્યુઝીલેન્ડ રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 ODI મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 58 મેચ જીતી છે. આ સાથે જ તેને 50 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2023માં ઈન્દોરમાં રમાઈ હતી. ભારતે 90 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની એક મેચ 8 વિકેટે જીતી લીધી હતી. આ મેચ રાયપુરમાં રમાઈ હતી. હવે ફરી એકવાર બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે.

વર્લ્ડકપ 2023માં ન્યુઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં ટોચ પર

વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ન્યુઝીલેન્ડની ટીમ ટોપ પર છે. તેણે ચાર મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. તેના 8 પોઈન્ટ છે અને નેટ રન રેટ +1.923 છે. ભારત બીજા નંબર પર છે. ભારતે 4 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. તેનો નેટ રન રેટ +1.659 છે. ભારતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે.

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. તે આ મેચમાં ભારત માટે નહીં રમે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને તક મળી શકે છે. પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં નહીં રમવાના કારણે ભારત પાસે એક ઓલરાઉન્ડર ખેલાડીની કમી રહેશે. જોકે, ઈશાન કિશન સારો ખેલાડી છે અને ઘણા પ્રસંગોએ સારૂ પ્રદર્શન કરી શકે છે. સૂર્ય પર પણ વિશ્વાસ કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget