દિવ : પ્રશાસનના આદેશના ઉલ્લંઘનથી માછીમારને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર મામલો
Diu News : દિવમાં માછીમારી કરવા ગયેલ વણાંકબારાના 65 વર્ષીય વૃદ્ધનું ડૂબી જવાથી મોત થયું છે.
![દિવ : પ્રશાસનના આદેશના ઉલ્લંઘનથી માછીમારને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર મામલો A 65-year-old man from Wankankbara drowned and died while fishing in Diu sea દિવ : પ્રશાસનના આદેશના ઉલ્લંઘનથી માછીમારને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/18/c9a25edc69d5ac7dc55bf213a57a1705_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Diu : દિવમાં પ્રશાસનના આદેશનું ઉલ્લંઘન કરવાથી એક માછીમારને મોત મળ્યું છે. દીવમાં માછીમારી કરવા ગયેલ વણાંકબારાના 65 વર્ષીય વૃદ્ધનું ડૂબી જવાથી મોત થયું છે. દિવના દરિયામાં માછીમારી કરવા કે નાહવા પર કલેકટરના આદેશથી પ્રતિબંધ હોવા છતાં વણાંકબારાના 65 વર્ષીય વૃદ્ધ ઉકરડા વરજાંગ ચુડાસમા માછીમારી કરવા ગયા હતા, આ દરમિયાન દરિયામાં ડુબી જવાથી આ માછીમારનું મોત થયું છે. આ અંગે દિવ કોસ્ટલ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. દિવ કોસ્ટલ પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમની કાર્યવાહી શરૂ કરી હતી.
દિવના તમામ દરિયાઈ બિચોના પાણીમાં નાહવા માટે દિવ પ્રશાસને દેશી-વિદેશી તેમજ સ્થાનિક લોકો તેમજ માછીમારો માટે તારીખ 1-6-2022 થી તારીખ 31-8-2022 સુધી પ્રતિબંધ મુકી કલમ 144 લગાડવામાં આવી છે. તેમ છતાં માછીમારો આદેશનું ઉલ્લંઘન કરતાં આવી દર્દનાક ઘટના ઘટે છે અને જેનાથી પોલીસ પ્રશાસનની પેટ્રોલિંગની જવાબદારીમાં વધારો થયો છે.
હાલ ચોમાસાની શરૂઆત થતી હોય દરિયામાં વારંવાર લો-પ્રેશરથી દરિયાના પાણીમાં કરંટથી તોફાની મોજાઓને લીધે માનવ જીંદગી જોખમાઈ નહીં તે ઉદેશ્યથી દિવ પ્રશાસન દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જીલ્લા કલેકટરના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કલમ 188 અને 291 આઇપીસી હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું આદેશમાં જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ - બોટાદ ટ્રેનથી ભાવનગર અને બોટાદના મુસાફરોને થશે મોટો ફાયદો
વડાપ્રધાન મોદી ગુજરાતને બે દિવસના પ્રવાસે છે. ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડપ્રધાન મોદીએ વડોદરાથી રેલવેના 16,000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ કામોમાં એક અમદાવાદ-બોટાદ ટ્રેન પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 18 જૂને અમદાવાદ-બોટાદ ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.
અમદાવાદ-બોટાદ ટ્રેન અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જંક્શન સુધી દોડે છે. છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રેન બંધ હતી. આ ટ્રેનનું ગેજ રૂપાંતરનું કામ શરૂ હતું. મીટરગેજમાંથી આ ટ્રેનરુટને બ્રોડગેજમાં ફેરવાયા બાદ આજે આ ત્રણ શરૂ થઇ છે.
અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશનથી ઉપડતી આ ટ્રેન વસ્ત્રાપૂર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ, ગાંગડ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળીલા રોડ, અને સારંગપુર થઇ બોટાદ પહોંચશે અને બોટાદથી ઉપડતા આ તમે સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)