Mahisagar: બાલાસિનોરમાં બેન્ક મેનેજરની હત્યામાં શું થયો મોટો ખુલાસો, પોલીસે મૃતકના મિત્ર હર્ષિલ પટેલને ઉઠાવ્યો
મહીસાગરના બાલાસિનોરમાં બેન્ક મેનેજરની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે
![Mahisagar: બાલાસિનોરમાં બેન્ક મેનેજરની હત્યામાં શું થયો મોટો ખુલાસો, પોલીસે મૃતકના મિત્ર હર્ષિલ પટેલને ઉઠાવ્યો A big revelation has been made in the murder case of a bank manager in Balasinore of Mahisagar Mahisagar: બાલાસિનોરમાં બેન્ક મેનેજરની હત્યામાં શું થયો મોટો ખુલાસો, પોલીસે મૃતકના મિત્ર હર્ષિલ પટેલને ઉઠાવ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/a8929312a0a94d51da4f7e98ecc9b8ba169647856197174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહીસાગરના બાલાસિનોરમાં બેન્ક મેનેજરની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહિસાગરમાં બેન્ક મેનેજરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બેન્ક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ માટે બેન્ક મેનેજરના મિત્ર હર્ષિલ પટેલને ઉઠાવ્યો હતો અને પૂછપરછ શરૂ કરી હતી. મૃતક બેન્ક મેનેજર અને હર્ષિલ પટેલ મિત્ર હતા. જો કે હજુ સુધી બેન્ક મેનેજરની હત્યા કેસનું કારણ અકબંધ છે.
નોંધનીય છે કે મહિસાગરમાં બાલાસિનોરની ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. વિશાલ પાટીલ 1 કરોડ 18 લાખ રૂપિયાની રોકડ લઈ કારમાં દાહોદ તરફ જવા નીકળ્યા હતાં. દરમિયાન તપાસ કરતા સંતરામપુર રોડ પર તેમની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી.
જ્યારે બેન્ક મેનેજરનો કોઈ પત્તો ન મળ્યો નહોતો. જેથી પોલીસે બેન્ક મેનેજર અને રોકડ રકમની તપાસ શરૂ કરી હતી. આ વચ્ચે કાર જ્યાં સળગેલી હાલતમાં પડી હતી ત્યાંથી 20 કિમી દૂર સંતરામપુર કડાણા રોડ ઉપર ડાયાપુર ચોકડી પાસેથી બેન્ક મેનેજરની લાશ મળી આવી હતી. બેન્ક મેનેજરની લાશ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાત્રીના જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે પોલીસે કારમાં લઈ જવામાં આવતી રોકડ રકમ પણ રિકવર કરી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. જો કે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
પોલીસે અલગ- અલગ ટીમો બનાવી લૂંટના ઈરાદે હત્યા થઇ છે કે પછી અન્ય કોઈ કારણોસર એ મુદ્દે વિવિધ એંગલથી તપાસ શરૂ કરી છે.. સૂત્રોનું માનીએ તો મેનેજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો તબીબોએ પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે. પોલીસે જણાવ્યાં અનુસાર તેઓ બેંક માંથી 1 કરોડ 17 લાખની રોકડ લઈને દાહોદ બ્રાન્ચમાં જમાં કરાવવા જતા હતા. તેઓની ગાડી રાતના 11 વાગ્યાની આસપાસ ગોદરની સીમમાં સળગેલી મળી હતી. તેમજ તેમના રિજનલ મેનેજરને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)