વલસાડના ભિલાડમાંથી ઝડપાયેલ દારૂનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસના પીએસઆઇએ મોકલ્યાનો ખુલાસો, વોન્ટેડ જાહેર
ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના મહારાષ્ટ્ર પોલીસના પીએસઆઇના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો
વલસાડઃ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના મહારાષ્ટ્ર પોલીસના પીએસઆઇના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, વલસાડના ભિલાડમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પીએસઆઇએ મોકલ્યો હતો. તલાસરીના પીએસઆઇ ધાંગડેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. હજુ પણ મહારાષ્ટ્ર પોલીસના મોટા અધિકારીની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.
બીજી તરફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વ્યાજખોરો સામેની તપાસમાં બેદરકારી રાખવા બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પરમાર, પીએસઆઇ બી.એમ.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
CRIME NEWS: જામનગરમાં મહિલા અને બાળકીની હત્યા, બાવળની જાળીઓમાંથી લાશ મળી આવતા ચકચાર
લાલપુર બાયપાસ નજીકથી એક મહિલા અને બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાઇવે પર બાવળની જાળીઓ નજીકથી લાશ મળી આવી છે. પોલીસની ટીમ સ્થળ પર તપાસ અર્થે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતા અને પુત્રીની હત્યાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આ મહિલા અને બાળકીની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી
બંગાળમાં પતિએ પત્નીની કરી નિર્મમ હત્યા
બંગાળના સિલીગુડી શહેરમાં એક વ્યક્તિએ કથિત રીતે પહેલા તેની પત્નીની હત્યા કરી અને પછી તેના શરીરના બે ટુકડા કરી નહેરમાં ફેંકી દીધા. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પત્ની ગુમ થયાના 10 દિવસ બાદ પૂછપરછ દરમિયાન પતિએ આ વાત સ્વીકારી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વ્યક્તિને શંકા હતી કે તેની પત્ની રેણુકા ખાતુન સાથે અફેર છે. આ કારણોસર મોહમ્મદ અંસારુલે કથિત રીતે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી. જે બાદ તેના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા.
બે અલગ અલગ બોરીમાં મળ્યા ટુકડા
જલપાઈગુડી PUSIS એ આરોપી પતિની કથિત કબૂલાતને ટાંકીને દાવો કર્યો હતો કે માથું અને ધડને બે અલગ અલગ બોરીઓમાં રાખવામાં આવ્યા હતા અને મહાનંદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે મરજીવાની મદદથી મૃતદેહોને શોધવા અને તેને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.