શોધખોળ કરો

Crime News: અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો, તાંત્રિક વિધિની શંકાએ ત્રણ-ત્રણ હત્યા થઈ

હત્યા કરવા પાછળનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડનાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરી નુ બીમારી સબબ અવસાન થયું હતું.

Crime News: અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

ગત તારીખ 12 જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આજે (15 જાન્યુઆરી)ના રોજ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.

હત્યા કરવા પાછળનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડનાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરી નુ બીમારી સબબ અવસાન થયું હતું. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો  અને ગત દસ તારીખ ની રાત્રે ચાર લોકો (1) બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, (2) મેર સિંહ તીનચીયા પારદીયા, (3) ઈન્દ્ર કિશન વસુનીયા, અને (4) ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતિનું ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષ ની કિશોરી એ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.

નોંધનીય છે કે, અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. ખેડૂતો આ અંગે પોલીસને જાણ કરી હતી. અમરેલી તાલુકા પોલીસ, અમરેલી ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા. વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget