શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આ તાલુકામાં વધુ 17 ઇંચ વરસાદ ખાબક્યો, જાણો વિગતે
આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ બાવન ઈંચ (1309 મીમી)પડી જતા ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ભારે વરસાદથી લોકોમાં અંદરખાને ચિંતા લાગણી પ્રસરી છે.
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ બાદ ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો. જોકે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે વરસી ગયેલા વરસાદ બાદ ગતરાત્રીના પણ મુશળધાર પાંચ ઈંચ વરસાદ પડયો હતો. આમ ગતરાત્રિથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 17 ઈંચ (423 મીમી) વરસાદ વરસી ગયો હતો.
આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ બાવન ઈંચ (1309 મીમી)પડી જતા ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ભારે વરસાદથી લોકોમાં અંદરખાને ચિંતા લાગણી પ્રસરી છે.
છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે ચાલુ રહેલો આ વરસાદ હવે જો બંધ નહીં થાય તો નુકશાની થવાની પણ પૂરી દહેશત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકા તંત્ર મામલતદાર તથા સ્ટાફ દ્વારા પણ જુદા જુદા સૃથળોએ રેસ્ક્યુ સહિતની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગતરાત્રીથી અવિરત પુન: શરૂ થયેલી આ મેઘ સવારી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે વરસી હતી. જેમા ખંભાળિયા તાલુકામાં 299 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે કલ્યાણપુર તાલુકામાં 8 ઈંચ, દ્વારકા તાલુકામાં 4 ઈંચ તથા ભાણવડ તાલુકામાં સાત ઈંચ વરસાદ મંગળવારે સાંજે 7 વાગ્યા સુધીમાં નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion