Botad : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં પંચધાતુમાંથી બનેલી હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત થશે, જુઓ આ વિરાટ પ્રતિમા
King Of Salangpur : 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું.
Botad : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. દાદાની આ વિરાટ મૂર્તિ નરેશભાઈ કુમાવત બનાવી રહ્યા છે.
પરમ પૂજ્ય ધર્મધૂરંધર 1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજશ્રી વડતાલ બોર્ડના સાથ સહકારથી દાદાની આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળધામના પરમપૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તો શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સાળંગપુર’ (King Of Salangpur) નું નામ આપ્યું હતું. જુઓ દાદાની આ ભવ્ય મૂર્તિ
King Of Salangpur : પંચધાતુમાંથી બનેલી હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ સાળંગપુરમાં પ્રસ્થાપિત થશે #Salangpur #KingOfSalangpur #Botad #Kashtabhanjandev pic.twitter.com/zwtF8yUwHo
— ABP Asmita (@abpasmitatv) April 21, 2022
મૂર્તિની વિશેષતા
1)દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.
2) કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે.
3) 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે.
4) બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે.
5) બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે.
6) પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.
7) એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે.
8) દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે.
9) આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે.
10) કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય.
11) પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે.
12) ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે.
13) 14 ઓક્ટોબરથી લોકો દાદાની મૂર્તિના દર્શન કરી શકશે.
14) આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે.
15) દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે.