(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છનો યુવક કયા દેશના ક્રિકેટ બોર્ડનો બન્યો ચેરમેન, જાણો વિગતે
કચ્છ જિલ્લાના ઘણા લોકો વિદેશમાં વસવાટ કરે છે. વિદેશમાં રહીને કચ્છીઓએ મોટી સિદ્ધીઓ પણ મેળવી છે. કચ્છની વિદેશમાં સિદ્ધીઓની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે.
કચ્છ જિલ્લાના ઘણા લોકો વિદેશમાં વસવાટ કરે છે. વિદેશમાં રહીને કચ્છીઓએ મોટી સિદ્ધીઓ પણ મેળવી છે. કચ્છની વિદેશમાં સિદ્ધીઓની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કેન્યા દેશના ક્રિકેટ બોર્ડમાં ચેરમેન પદે કચ્છ જિલ્લાના ખીરસરા ગામના મનોજ છાભૈયા (પટેલ)નો વિજય થયો છે. મનોજભાઈ પટેલ પહેલાં કેન્યા માટે ક્રિકેટ પણ રમી ચુક્યા છે. ત્યારે હવે તેમની નિમણુંક કેન્યા ક્રિકેટ બોર્ડના ચેરમેન પદે થતાં વતનમાં ખુશીની લાગણી છવાઈ છે.
કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા ગામના મનોજ નરશીભાઈ છાભૈયાનો પરિવાર છેલ્લા 35 વર્ષથી કેન્યાના મોમ્બાસા શહેરમાં વસવાટ કરે છે. મનોજભાઈ પણ ક્રિકેટ પ્લેયર છે. મનોજભાઈ કેન્યાની અન્ડર-19 ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. હવે જ્યારે મોમ્બાસામાં મોઇ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર કસરાની ખાતે ક્રિકેટ કેન્યાની ચૂંટણી યોજાઈ ત્યારે મનોજભાઈ પણ તેમાં ચૂંટણી લડ્યા હતા. કેન્યા ક્રિકેટ બોર્ડની ચૂંટણીમાં મનોજભાઈનો વિજય થતાં તેઓ હવે ચેરમેન તરીકે કેન્યા ક્રિકેટ બોર્ડમાં જવાબદારી સંભાળશે.
વૈશ્વિક ક્રિકેટ ક્ષેત્રે એક કચ્છીએ નવું જ સીમા ચિન્હ હાંસલ કર્યું છે ત્યારે આ સમાચાર વતનમાં પહોંચતા ખીરસરા ગામના લોકોમાં અને ખુશીનો માહોલ છવાયો છે. ગામના લોકોએ મનોજભાઈ અને તેમના પરિવારને અભિનંદન આપ્યા છે.
આ પણ વાંચોઃ
500 રૂપિયાની આ નોટ લેતાં પહેલાં ચેતજો કેમ કે આ નોટ નકલી છે ? જાણો રીઝર્વ બેંકે શું કહ્યું ?
અમેરિકા-યૂરોપીય દેશોએ રશિયાને બહાર કર્યુ તે 'SWIFT' ગ્લૉબલ પેમેન્ટ સિસ્ટમ શું છે, રશિયા કઇ રીતે પડશે નબળુ, જાણો વિગતે
Ukraine- Russia War: યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવા રશિયાએ ઘડ્યો છે આ પ્લાન, ઝેલેન્સકીને મારવા 400 આતંકવાદીઓ મોકલાયા
શ્રીલંકાના દિનેશે ફટકારેલો બોલ સીધો ક્યા ભારતીય ખેલાડીના ગુપ્તાંગ પર વાગતાં મેદાન પર આળોટવા માંડ્યાં, રોહિતે દોડી આવીને......