Dahod: દાહોદમાં અવાવરુ જગ્યા પર મળી આવ્યું નવજાત બાળક, રાતના અંધારામાં રડવાનો અવાજ આવતા લોકો ચોકી ગયા
દાહોદ: લીમડીના કંબોઈ નજીક ઝાડીમાંથી ત્યજી દેવામાં આવેલ નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાતના અંધારામાં અહીંયાથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ આવતા લોકો ચોંકી ગયા હતા.
![Dahod: દાહોદમાં અવાવરુ જગ્યા પર મળી આવ્યું નવજાત બાળક, રાતના અંધારામાં રડવાનો અવાજ આવતા લોકો ચોકી ગયા A newborn baby was found in Dahod Dahod: દાહોદમાં અવાવરુ જગ્યા પર મળી આવ્યું નવજાત બાળક, રાતના અંધારામાં રડવાનો અવાજ આવતા લોકો ચોકી ગયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/03a4184ec1b3e1a867ffbfb14cd078c31677296262999646_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દાહોદ: લીમડીના કંબોઈ નજીક ઝાડીમાંથી ત્યજી દેવામાં આવેલ નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દાહોદ જિલ્લાના લીમડીના કંબોઈ ગામે રોડની સાઈડમાં ઝાડી-ઝાખરા વચ્ચે એક ખુલ્લા વિસ્તારમાંથી એક ત્યજી દિધેલ નવજાત શિશુ મળી આવ્યું. રાતના અંધારામાં અહીંયાથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ આવતા લોકો ચોંકી ગયા હતા.
જે બાદ અંધારામાં આમ તેમ લોકો બાળકને શોધવા લાગ્યા હતા ત્યારે નજીકમાં આવેલી ઝાડીમાં નજર પડતા તેઓ ચોકી ઉઠ્યા હતા. બાળક જોવા મળતા તેમને ઘટનાની જાણ તાત્કાલિક લીમડી પોલીસને કરી હતી. લીમડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ બે ત્રણ દિવસના આ ત્યજી દેવાયેલ જીવતા બાળકને ઝાડી-ઝાખરા વચ્ચે કપડામાં વિટાળીને કોઈ મુકી ગયું હતું. જે બાદ તાત્કાલિક સારવાર માટે લીમડી અને ત્યાર બાદ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું
જે બાદ પોલીસે ઝાડીમાંથી મળી આવેલા બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. તો ઉલ્લેખનીય છે કે, રાતના સમયે ઝાડીમાં નવજાત બાળકને ત્યજી દેનાર જનેતાની શોધખોળ હાથ ધરી છે. જોકે થોડા દિવસ આગાઉ પણ જિલ્લાના સંજેલીમાંથી નવજાત ભુણ મળી આવ્યું હતું. જયારે દાહોદના છાપરી હાઇવે નજીકથી પણ નવજાત બાળકી મળી આવી હતી. એક બાદ એક જિલ્લામાં આવી ઘટના બનતા જિલ્લામાં ચકચાર મચી છે. આવા કૃત્ય કરનારા સામે કડક પગલાં લેવા માગ પણ ઉઠી છે.
નર્મદામાં 7 લોકોએ જાહેરમાં મહિલાને માર્યો ઢોર માર
નાંદોદના ધાનપોર ગામે સરપંચના પતિ સહિત 7 ઈસમોએ એક મહિલાને ઢોર માર મારતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો પણ હાલમાં વાયરલ થયો છે. ગ્રામપંચાયતના પાણી મુદ્દે મહિલા અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. પંચાયતનું પાણી ગામના એક ઈસમ દ્વારા પોતાના ખેતરમાં વાળતા ઘર વપરાશ માટે પાણી ઓછું આવતા મહિલાએ ફરિયાદ કરી હતી. જે બાદ મહિલા સરપંચના પતિએ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ખેતર મલિક સહિત 7 ઈસમોને સાથે રાખી પીડિત મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો.
મહિલા સહિત તેના પતિને લાકડીના ડંડા અને ગળદાપાટુનો માર મારતા ગંભીર રીતે ઘાયલ થયા છે. ગામના માથાભારે 7 ઇસમોને લાકડી વડે પત્નીને મારતા જોઈ પતિ ઘરમાં સંતાઈને વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો. બાદમાં વિફરેલા 7 ઈસમોએ પતિને વિડિયો ઉતરતા જોઈ બારણું તોડી ઇટો મારી ટીવી સહિત ઘર વખરી તોડી ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી.
મહિલા સહિત પતિને ઢોર માર મારતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા છે. પીડિત પરિવાર દલિત સમાજનો હોવાથી પોલીસે તમામ આરોપીઓ સામે એટ્રોસીટીની કલમ હેઠળ અટકાયતની કામગીરી હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)