Banaskantha: બનાસકાંઠામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો, પરિવારના મોભીનું મોત થતા આક્રંદ
બનાસકાંઠા: જિલ્લામાં વધુ એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. લાખણીના ધુણસોલ ગામે આંખલાએ અડફેટે લેતા એક બાઈક સવાર ખેડૂતનું મોત નિપજ્યું છે. જેને લઈને પરિવારમાં માતમ છવાયો.
બનાસકાંઠા: જિલ્લામાં વધુ એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. લાખણીના ધુણસોલ ગામે આંખલાએ અડફેટે લેતા એક બાઈક સવાર ખેડૂતનું મોત નિપજ્યું છે. જેને લઈને પરિવારમાં માતમ છવાયો.
આ અંગે વિગતે વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરને કારણે વધું એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. લાખણીના ધુણસોલ ગામે રખડતા ઢોરે એક ખેડૂતનો જીવ લીધો છે. ધુણસોલ ગામના 48 વર્ષીય ખેડૂત ઈશ્વરભાઈ ચૌહાણ પોતાના ખેતરેથી બાઈક લઈ ધુણસોલ આથળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક આખલાએ અડફેટે લીધા હતા. આ દરમિયાન આખલાનું શિંગડું ખેડૂતના છાતીના ભાગે વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજતા પંથકમાં ચકચાર મચી છે.
જોકે અવારનવાર રખડતા ઢોરોને કારણે અનેક લોકોના મોત નીપજી રહ્યા છે ત્યારે રખડતા ઢોરને કારણે વધુ એક મોત નીપજતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આવા રખડતા ઢોરના કારણે કોઈ નવો પરિવાર ના તૂટે જેને લઈને સરકાર કંઈક પગલાં ભરે તેવી પરિવારની માંગ છે. સાથે સાથે પરિવારના મોભીનું મોત નિપજતા સરકાર મૃતકના પરિવારને સહાય કરે તેવી પણ માગ કરવામાં આવી છે.
મહત્વની વાત છે કે રખડતા ઢોર મામલે અનેકવાર કાયદા બનાવવા સરકાર સમક્ષ માંગ કરાય છે તેમ છતાં સરકાર દ્વારા રખડતા ઢોર ઉપર કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પરિવારનું કહ્યું છે કે, રખડતા ઢોરને કારણે પરિવારના મોભીનું મોત નિપજતા પરિવારને સહાય મળવી જોઈએ.
બનાસકાંઠામાં બે બહેનો અને ભાઈનું તળાવમાં ડૂબી જતા મોત
સુઇગામના ઉચોસણ ગામે હ્યદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના ડૂબવાથી મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. બે સગી બહેનો તેમજ એક કૌટુંબિક ભાઈું મોત નીપજ્યું છે. ત્રણ બાળકો ડૂબી જવાથી મોત થતા તેમના વાલી વારસાને જાણ કરવામાં આવી છે. એક જ સમાજના ત્રણ બાળકોના મોત નિપજતાં ગામમાં માતમ છવાયો છે.
રાજ્યમાં હજુ બે દિવસ પડશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. 9 મેએ અમદાવાદમાં યલો અર્લટની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધે તેવી શક્યતા છે.