શોધખોળ કરો

Cyber Crime: ગુજરાતના આ વ્યક્તીને ફેસબુક પર ભેંસો મંગાવવી પડી ભારે, લાગી ગયો સવા લાખનો ચૂનો

અરવલ્લી:  છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં મોટો વધારો આવ્યો છે. ઠગબાજો એનકેન પ્રકારે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. આવી છેતરપિંડીને લઈને અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતા ફ્રોડના કિસ્સા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા.

અરવલ્લી:  છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં મોટો વધારો આવ્યો છે. ઠગબાજો એનકેન પ્રકારે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. આવી છેતરપિંડીને લઈને અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતા ફ્રોડના કિસ્સા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. જેના કારણે અનેક લોકોએ લોભામણી સ્કીમ કે અન્ય કોઈ યોજનાથી પ્રેરાઈને લાખો રુપિયા ગુમાવ્યા છે. 

Cyber Crime: ગુજરાતના આ વ્યક્તીને ફેસબુક પર ભેંસો મંગાવવી પડી ભારે, લાગી ગયો સવા લાખનો ચૂનો

હવે આવી જ છેતરપિંડીની ઘટના સામે આવી છે અરવલ્લીમાં. જો કે, આ સ્કેમની ઘટના જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, મોડાસાના કઉ મોતીપુરાનો શખ્સ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. સાયબર ફ્રોડનો ભોગ બનનાર શખ્સ કઉ મોતીપુરા ગામના ફકીર મહંમદ વણઝારા છે. આ વ્યક્તિ સાથે ફેસબૂક પરથી બે ભેંસો ખરીદવા બાબતે 1.25 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ થયો છે.

ફેસબુક પર પંજાબની બે ભેંસો ખરીદવાની વાત થઈ હતી. ઠગે વિશ્વાસમાં લઈ બે ભેંસોનો ભાવ એક લાખ નક્કી કર્યો હતો. આરોપીએ ભેંસોની પંજાબથી ડિલિવરી કરવા પ્રથમ ઓનલાઈન 10,000 રુપિયા માગ્યા હતા. ત્યાર બાજ ઠગબાજે ભોગ બનનાર પાસે વારંવાર વિવિધ યુક્તિઓ દ્વારા  રૂપિયાની માંગ કરી 1.25 લાખ પડાવ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનનારે એક લાખ કિંમતની ભેંસોના 1.25 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.  ભોગ બનનારે સમગ્ર ઘટનાની સાયબર ક્રાઇમ 1930 પર ફરિયાદ નોંધાવી છે.

હાટકેશ્વર બ્રિજ કેસમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપ્યો

અમદાવાદના પૂર્વ વિસ્તારના વિવાદીત હાટકેશ્વર બ્રિજ મામલે ખોખરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઇઝર સતીષ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે જ અત્યાર સુધી આ મામલે કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ઝડપાયેલ આરોપી સતીષ પટેલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકામાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.

Cyber Crime: ગુજરાતના આ વ્યક્તીને ફેસબુક પર ભેંસો મંગાવવી પડી ભારે, લાગી ગયો સવા લાખનો ચૂનો

સતીશ પટેલ બ્રિજનું સુપરવાઇઝિંગનું કામ કરતો. એટલે કે બ્રિજની શરૂઆતથી અંત સુધીમાં તેની ગુણવત્તા સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરવાની કામગીરી તેની હતી. આરોપી સતીષ પટેલ ઇસનપુર બ્રિજના બાંધકામ વખતે પણ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે કામ કરી ચૂક્યો છે. જોકે બ્રિજની હલકી ગુણવત્તા હોવાનું સામે આવતા વિવાદ થયો હતો. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બ્રિજ મામલે જવાબદાર કંપની અધિકારી અને કર્મચારીઓની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Cyber Crime: ગુજરાતના આ વ્યક્તીને ફેસબુક પર ભેંસો મંગાવવી પડી ભારે, લાગી ગયો સવા લાખનો ચૂનો

નોંધનીય છે કે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ બન્યાના ચાર જ વર્ષમાં ખખડી જતા તેને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં અમદાવાદના  હાટકેશ્વર બ્રિજને તોડવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો.  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો હતો. બાદમાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર

350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી

IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

Embed widget