શોધખોળ કરો

Diu: દેશનો પહેલો દરિયા પર રોપ વે બનશે આ પ્રવાસન સ્થળે, ગુજરાતીઓનું ફેવરીટ છે ડેસ્ટિનેશન

દીવ: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારે વિશાળ સી ફ્રન્ટ બનાવની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગ રુપમાં જોશે.

દીવ: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારે વિશાળ સી ફ્રન્ટ બનાવની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગ રુપમાં જોશે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન દીવનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ અહીં એક પછી એક પ્રોજેકટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે દીવના દરિયા કિનારે લોકો માટે વધુ એક સુવિધા યુક્ત સી ફ્રન્ટ બનવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દીવના દરિયા કિનારે સી ફ્રન્ટનું કામ હાથ ધરવામા આવ્યું છે. આ સી ફ્રન્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. તો આગામી સમય બીજો એક મોટો પ્રોજેકટ પણ આકાર પામશે. દેશનો પહેલો દરિયા પર રોપ વે પણ દીવમાં આકાર પામશે. જે પણ 40 કરોડના ખર્ચે દરિયા ઉપર દોઢ કિમી લંબાઈ ધરાવતો આકાર પામશે. દીવ કિલ્લા નજીક આવેલા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ ઘોઘલા સુધી આ રોપ વે તૈયાર થવા જઈ રહ્યો છે. હાલ દીવંમા અનેક કામો થઈ ચૂક્યા છે તો આગામી દિવસોમાં રોપવે સી ફ્રન્ટ બસ સ્ટેન્ડ હોટેલ સહિત અનેક પ્રોજેક્ટો ખુલા મુકવામાં આવશે. જેને લઈ દીવની સકલ અને સુરત બદલાય જશે. 

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે શું કરી મોટી જાહેરાત

ગાઁધીનગર: ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, GIDCના અનિયમિત બાંધકામ નિયમિત કરવામાં આવશે. GIDC ઘણા સમય પહેલાની છે.  GIDCના અનેક એસોસિએશને માગણી કરી હતી. જે બાદ ગુજરાતના વેપારીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૯૬૨ માા જીઆઇડીસીની સ્થાપના થયા બાદ ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો આવેલ છે. જેમાં ૭૦,૦૦૦ થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. 

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવેલ

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવેલ પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામેલ છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જીઆઇડીસી દ્વારા અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની નીતિ અમલમાં લાવવાનો નિર્ણય કરેલ છે. સદર નીતિ આ પરિપત્રના દિવસથી ચાર મહિના સુધી અમલમાં રહેશે.

આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહિ

રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિંગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫ % તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦ % ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી -જીડીસીઆર -૨૦૧૭ ના ડી -૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ. થી ૫૦ % વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩ % વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવેલ છે. આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. 

આ પરિપત્રથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે
 
અરજદાર દ્વારા નિયત નમુનામાં અને રીતથી આ પરિપત્રથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. તથા આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે. આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦ % સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે.  આ નીતિ અંતર્ગત વપરાશમાં ફેરફાર ( Change of use ) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget