શોધખોળ કરો

Morbi: મોરબીમાં બાલ્કનીમાં આંટા મારતો તરુણ અચાનક પાંચમાં માળેથી નીચે પટકાતા મોત

મોરબી: પીપળી રોડ પર પાંચમાં માળેથી પડી જતા તરુણનું મોત નિપજ્યું છે. હરિગુણ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી તરુણ પડી જતા મોતને ભેટ્યો હતો. મૃતકનું નામ દશરથ રમણભાઈ બારિયા છે અને તેન ઉંમર 16 વર્ષની હતી.

મોરબી: પીપળી રોડ પર પાંચમાં માળેથી પડી જતા તરુણનું મોત નિપજ્યું છે. હરિગુણ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી તરુણ પડી જતા મોતને ભેટ્યો હતો. મૃતકનું નામ દશરથ રમણભાઈ બારિયા છે અને તેન ઉંમર 16 વર્ષની હતી. બાલ્કનીમાં આંટા મારતા અકસ્માતે પગ લપસી જતા દશરથ નીચે પડ્યો હતો. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તરુણના મોતની પરિવારમાં શોકનો માહોલ છે.

કોરોનાના ખતરાને લઈને કાંકરિયા કાર્નિવલના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

રવિવારના રોજ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ લોકો માટે ખુલ્લો મુક્યો હતો.  જો કે, કોરોનાની દહેશતના પગલે AMCએ એક મોટો નિર્ણય લીધો છે. કાર્નિવલનો સમય સાંજે 6 થી 9 કલાક સુધી યોજાશે. અગાઉ કાર્નિવલ સાંજે 7 થી 10 કલાક સુધી ચાલવાનો હતો.  કોરોનાની દહેશતના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ લોકો રાતે એકત્ર ન થાય તે માટે AMCએ નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Gujaratમાં ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરમાં કેટલી રહી ઠંડી?

ગુજરાતમાં ઠંડી (Cold in Gujarat) નો ચમકારો વધી ગયો છે. ગુજરાત હવામાન વિભાગ (Gujarat Meteorological Department Forecast) અને અંબલાલની અગાહી (Ambalal Forecast) મુજબ હજુ પણ અગામી દિવસમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતમાં શિયાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે નાતાલના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી હતી. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઉત્તર પવનો ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

Embed widget