શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરમાં વાસણની દુકાનમાં લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું કમકમાટી ભર્યું

સુરેન્દ્રનગરઃ વઢવાણ શહેરની મસ્જીદ ચોક નજીક વાસણની દુકાનમાં અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. મસ્જિદ ચોક વિસ્તારમાં આવેલ વાસણની દુકાનમાં રાખવામાં આવેલ લીફટમાં ફસાઇ જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

સુરેન્દ્રનગરઃ વઢવાણ શહેરની મસ્જીદ ચોક નજીક વાસણની દુકાનમાં અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. મસ્જિદ ચોક વિસ્તારમાં આવેલ વાસણની દુકાનમાં રાખવામાં આવેલ લીફટમાં ફસાઇ જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. યુવક વાસણની દુકાનમાં નોકરી કરતો હતો ત્યારે અકસ્માતે લીફટમાં ફસાઇ જતા તેનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

દાહોદમાં મોડી રાત્રે લૂંટના ઈરાદે મહિલાની હત્યા, પતિની હાલત ગંભીર

દાહોદ: જિલ્લામાં લૂંટ વીથ મર્ડરની ઘટના સામે આવી  છે. મોટી મહુડી ગામે બાઈક ઉપર જઈ રહેલા દંપતીને રાત્રિના સમયે માર મારી લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે તેમના પતિ પણ ગંભીર રીતે  ઘાયલ થયા છે. હાલમાં આ ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે પાંચમી હત્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. પોલીસથી બેખોફ બની ગુનાખોરીના કિસ્સા વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના બની છે. આજે રોજ લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા ગામના શૈલેષ ડામોર તેમની પત્ની લલિતાબેન સાથે માલપુર પોતાના સાઢુને ત્યાથી પરત પોતાના ઘરે ધોળા ખાખરા  બાઇક ઉપર આવી રહ્યા હતા.

 તે દરમિયાન રાત્રિના સમયે શૈલેષએ પોતાના પરિવારજનોને ફોનથી સપર્ક કરી જણાવ્યું હતું મોટી મહુડી ખાતે સુમસાન રસ્તા ઉપર અજાણ્યા લૂંટારાઓએ તેમને રોકી બંને પતિ પત્નીને માર મારી શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા છે. જેને પગલે તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પતિ પત્નીને સારવાર અર્થે લીમડી લઈ ગયા હતા. ઈજા વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે દાહોદ ખાતે રિફર કર્યા હતા જ્યાં ડોક્ટરોએ લલિતાબેનને મૃત જાહેર કર્યા હતા અને શૈલેષભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

જોકે બનાવની ગંભીરતાને લઈ એલસીબી, એસઑજી સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી અને હોસ્પિટલમાં દર્દી પાસે પ્રાથમિક પૂછપરછમાં પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો હતો. જેને પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એલસીબી, એસઓજી તેમજ ડોગ સ્કવોડ સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોચી હતી અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં રોડની બાજુના ખાડામાં બાઈક પડેલું હતું તેમજ નજીકના ડુંગરમાં ઝાડીઓ વચ્ચે લલિતાબેનના ચાંદીના અને સોનાના દાગીના ડોગ સ્કવોડે શોધી કાઢ્યા હતા. એટ્લે સમગ્ર લૂંટનો ઘટનાક્રમ શંકા ઉપજાવે તેવો જણાઈ રહ્યો છે. 

હાલ પોલીસે સમગ્ર મામે ઝીણવટભરી તપાસ હાથ ધરી સારવાર લઈ રહેલ શૈલેષભાઈ ભાનમાં આવે ત્યાર પછી વધુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.  જીલ્લામાં  છેલ્લા 4 દિવસમાં 5 હત્યાના બનાવ બન્યા છે.  જેમાં સુખસર, ડુંગરી,પીપલેટ અને આજે મોટી મહુડીમાં ઘટના ત્યારે ઝાલોદ ડીવીઝનમાં હત્યાના એક પછી એક બનાવને પગલે લોકોમાં ડરનો માહોલ સેવાઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget