શોધખોળ કરો

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા જામીન, જાણો કઈ શરતે કોર્ટ આપ્યા  જામીન 

અંદાજે 40 દિવસ બાદ આપના ધારાસભ્યને જામીન મળ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે.

નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જમીન મળ્યા છે. અંદાજે 40 દિવસ બાદ આપના ધારાસભ્યને જામીન મળ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે. આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે. 

આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રહેશે.  

ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભા ચૂંટણી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ  મોટી જાહેરાત  કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ લોકસભા માટે  ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.

ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન

પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું હતું કે,  ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.

કોણ છે ચૈતર વસાવા

ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારે વર્ગ-3નાં કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગતો જાહેર કરવાની તારીખ લંબાવી
રાજ્ય સરકારે વર્ગ-3નાં કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગતો જાહેર કરવાની તારીખ લંબાવી
Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
આ રીતે ઓનલાઈન કઢાવો આવકનો દાખલો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, નહીં ખાવા પડે કચેરીનાં ધક્કા
આ રીતે ઓનલાઈન કઢાવો આવકનો દાખલો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, નહીં ખાવા પડે કચેરીનાં ધક્કા
Gold Silver Price: નવો રેકોર્ડ! ચાંદી પ્રથમ વખત 87 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ
Gold Silver Price: નવો રેકોર્ડ! ચાંદી પ્રથમ વખત 87 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News: એજન્ટ પ્રથાથી લોકો પરેશાન, આવકનો દાખલો કઢાવવા વહેલી સવારથી લાઈનમાં લાગવા બન્યા મજબુરAravalli News: દારૂની હેરાફેરીનો કેસ ગૂંચવાયો, ફરાર પોલીસ કર્મી મહેશ ગઢવીનો પોલીસ પર સનસનીખેજ આરોપAhmedabad News: નારોલ વિસ્તારમાં ફાર્મા ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા 6  શ્રમિકો ઈજાગ્રસ્ત થયાRajkot News: હાર્ટ એટેકથી જેતપુરમાં કૌશિક ધામેચા નામના વ્યક્તિનું નિપજ્યું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારે વર્ગ-3નાં કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગતો જાહેર કરવાની તારીખ લંબાવી
રાજ્ય સરકારે વર્ગ-3નાં કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગતો જાહેર કરવાની તારીખ લંબાવી
Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
આ રીતે ઓનલાઈન કઢાવો આવકનો દાખલો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, નહીં ખાવા પડે કચેરીનાં ધક્કા
આ રીતે ઓનલાઈન કઢાવો આવકનો દાખલો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, નહીં ખાવા પડે કચેરીનાં ધક્કા
Gold Silver Price: નવો રેકોર્ડ! ચાંદી પ્રથમ વખત 87 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ
Gold Silver Price: નવો રેકોર્ડ! ચાંદી પ્રથમ વખત 87 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ
Unseasonal Rain Forecast: રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી, આ ત્રણ જિલ્લામાં વરસશે વરસાદ
Unseasonal Rain Forecast: રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી, આ ત્રણ જિલ્લામાં વરસશે વરસાદ
Amazon Prime Video ની સર્ચ હિસ્ટ્રી કરવી છે ડિલીટ? જાણો સરળ રીત
Amazon Prime Video ની સર્ચ હિસ્ટ્રી કરવી છે ડિલીટ? જાણો સરળ રીત
ચા અને કોફીના શોખીનો થઇ જાવ સાવધાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ
ચા અને કોફીના શોખીનો થઇ જાવ સાવધાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ
Netflix Games: નેટફ્લિક્સ પર ફ્રીમાં રમવા મળશે શાનદાર ગેમ્સ, ફોલો કરો આ સ્ટેપ્સ
Netflix Games: નેટફ્લિક્સ પર ફ્રીમાં રમવા મળશે શાનદાર ગેમ્સ, ફોલો કરો આ સ્ટેપ્સ
Embed widget