Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: 'સન્માનિત લોકોમાંથી અમે પણ કંઈક શીખીશું': CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એવોર્ડ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું કે, "બ્રેકિંગ ન્યુઝની હરિફાઈમાંથી સમય કાઢીને ગુજરાતના ગૌરવ વધારનાર ગુજરાતના તારલાઓને શોધી કાઢવા બદલ એબીપી અસ્મિતાને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. બધા સન્માનિત લોકોમાંથી અમે પણ કંઈક શીખીને ગુજરાત માટે શું સારું કરી શકાય, કેવી રીતે કરી શકાય તે શીખીને છેવાડાના માનવી સુધી પહોંચાડીશું." અસ્મિતા સન્માન પુરસ્કાર મેળવનાર તમામ મહાનુભાવોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદ પાઠવ્યા હતા.