(Source: ECI/ABP News/ABP Majha)
ABP C Voter Survey: ગુજરાતમાં શું છે સમીકરણો, કોને ફાયદો....કોને નુકસાન, એક ક્લિકમાં જાણો નવા સર્વેનો ખુલાસો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોટા નેતાઓ વ્યસ્ત છે. કોંગ્રેસ 27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હટાવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે.
ABP C-Voter Survey On Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોટા નેતાઓ વ્યસ્ત છે. કોંગ્રેસ 27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હટાવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીમાં ત્રીજા ખેલાડી તરીકે મેદાનમાં છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસી પણ ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
ચૂંટણીના આ માહોલમાં ગુજરાતની જનતાનો મૂડ જાણવા માટે સી-વોટર દ્વારા એબીપી ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ગુજરાતના 2 હજાર 128 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. આવો અમે તમને સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીએ.
1. ગુજરાતમાં તમે કયા આધારે મતદાન કરશો ?
ધર્મ - 14%
જાતિ-14%
વિકાસ-33%
મોદી-26%
અન્ય - 13%
2. ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રચારથી કોંગ્રેસને ફાયદો થશે ?
હા-42%
નહીં - 58%
3. ઓવૈસીના કારણે ગુજરાતમાં ભાજપને ફાયદો થશે?
હા-51%
ના- 49%
4. રૂપાણી, નીતિન પટેલ ચૂંટણી ન લડતા ભાજપને ફાયદો કે નુકસાન ?
ફાયદો-42%
નુકશાન-38%
કોઈ અસર નહીં - 20%
5. હાર્દિક, અલ્પેશને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો કે નુકસાન?
ફાયદો-32%
નુકશાન-56%
કોઈ અસર નહીં - 12%
6. નરોડા પાટિયા રમખાણની દોષિત પુત્રી પાયલને ભાજપના ઉમેદવાર બનાવવા યોગ્ય છે કે ખોટુ?
સાચું - 42%
ખોટું - 58%
7. ભાજપે કોઈ મુસ્લિમને ટિકિટ આપી નથી, સાચુ કે ખોટું?
સાચું - 63%
ખોટું - 37%
8. AAPનો આરોપ - સુરત પૂર્વના ઉમેદવારને ધમકી આપવામાં આવી અને નામાંકન પરત મળ્યું, સાચો કે ખોટો?
સાચું - 46%
ખોટું - 54%
9. સ્ટાર પ્રચારકોની યાદીમાં થરૂરનો સમાવેશ ન કરીને, શું કોંગ્રેસે તેમને અધ્યક્ષની ચૂંટણી લડવા બદલ સજા કરી?
હા-50%
ના-50%
નોંધ: સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.
8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે
ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.