Accident: અમદાવાદ સોલા બ્રિજ પર 4 કાર અથડાતા અકસ્માત, જેતપુરના વાડાસાડમાં અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત
અમદાવાદના સોલા બ્રિજ એક સાથે ચાર કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે લાંભા સમય સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે કોઇ જાનહિની સમાચાર નથી.
Accident:અમદાવાદના સોલા બ્રિજ એક સાથે ચાર કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે લાંભા સમય સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે કોઇ જાનહિની સમાચાર નથી.
અમદાવાદના સોલા બ્રિજ એક સાથે ચાર કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે લાંભા સમય સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે કોઇ જાનહિની સમાચાર નથી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના જેતપુર વાડાસડા ગામ પાસે અકસ્માત
રાજકોટ જિલ્લાના જેતપુર વાડાસડા ગામ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા બાઇકમાં સવાર ચદુંભાઈ બાલુભાઈ પરમારનું ઘટના સ્થળ મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચીને તપાસ હાથ ધરી છે.
જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે, ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી
ગાંધીનગર: જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે. ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.
1181 જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
જુનિયર ક્લાર્કનું પેપરલિક લીક થવા મુદ્દે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.