Accident: જેતપુર ગુંદાળા પાસે અકસ્માત, ઓવર સ્પીડમાં આવતી કારે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
જેતપુર ગુંદાળા ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લેતા યુવતનું મોત થયુ છે.
રાજકોટ : જેતપુર ગુંદાળા ગામ પાસે સ્વીફ્ટ કારે બે બાઈકને અડફેટે લેતા બે બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત બાઈક ચાલકો ને સરકારી હોસ્પિટલ બાદ જૂનાગઢ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયેલ હતા. જો કે સારવાર દરમિયાન હર્ષ પ્રવીણ ભાઈ વઘાસીયા નામના યુવક મોત થયું છે. મૃતક યુવક ફરેણી ગામનો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકનું નામ પ્રતીક ગજેરા હોવાનું સામે આવ્યું છે. મોતની ઘટનાથી ફરેણી ગામમાં લોકોમાં રોષ છે, અને કાર ચાલકને સજા મળે તેમજ પરિવારને ન્યાય મળે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે. મૃતક ખેડૂત દંપતીનો એક જ દિકરો હોવાથી માતા-પિતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતકની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું. પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ જન્માષ્ટમીના પવિત્ર દિવસે એક ગોજારી ઘટના જેતપુર પંથકમાંથી સામે આવી છે. અહીં મેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી છે. જેતપુરમાં ચકડોળમાં બેઠેલ યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી હતી.
અંજનાબેન ભુપતભાઈ ગોંડલીયા નામની 20 વર્ષીય યુવતીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. યુવતી સસરા પક્ષ સાથે જન્માષ્ટમીનો મેળો માણવા જેતપુર આવી હતી. આ દરમિયાન ચગડોળમાં હાર્ટ એટેક આવતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે,યુવતીને બચાવી શકાય નહોતી. યુવતીના મોતને પગલે બન્ને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
Nomination: SBIના સેવિંગ્સ અને FD એકાઉન્ટમાં નોમિનેશન જોડવું ખૂબ જ સરળ છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા