શોધખોળ કરો

Jailer Actor Death: ‘જેલર’ અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળી પડ્યાં

G Marimuthu Death: બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ના અભિનેતા જી મેરીમુથુનું આજે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચારથી મનોરંજન જગતમાં શોક વ્યાપી ગયો છે.

G Marimuthu Death:જી મેરીમુથુના હાર્ટ એટેકને કારણે સવારે 8:00 વાગ્યે એથિરનીચલ નામના તેના ટેલિવિઝન શો માટે ડબિંગ કરતી વખતે  અચાનક બેભાન થઈ ગયા હતા અને અચાનક ઢળી પડ્યાં હતા.  તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તમિલ અભિનેતા-દિગ્દર્શક તાજેતરમાં રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા.  ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ શુક્રવારે એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર અભિનેતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

જી મેરીમુથુએ તમિલ ટેલિવિઝન શ્રેણીમાં એથિરનીચલની ભૂમિકામાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેણે ફિલ્મ નિર્માતા મણિરત્નમ અને અન્ય સાથે સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જેલર અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.

રમેશ બાલાએ ટ્વીટ કર્યું, "આઘાતજનક, લોકપ્રિય અભિનેતા મારીમુથુનું આજે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે... તાજેતરમાં, તેમણે તેમના ટીવી સિરિયલ ડાયલોગ્સ માટે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમની આત્માને શાંતિ મળે." ‘તે 57 વર્ષના હતા.

જી મેરીમુથુના નિધનથી તમિલ ઉદ્યોગમાં શોક

જી મેરીમુથુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નાઈમાં તેમના ઘરે લઈ જવામાં આવશે. પરિવારજનોની હાજરીમાં તેમના વતન થેનીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના આકસ્મિક નિધનથી તમિલ ઉદ્યોગ આઘાતમાં છે અને ઘણા સેલેબ્સ અને ચાહકો સ્વર્ગસ્થ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

 મારીમુથુની સફર

મેરીમુથુ તેના ટીવી શો એથિરનીચલથી ખૂબ પ્રખ્યાત થયા હતા. ડેઈલી સોપમાં તેના પાત્ર અદિમુથુ ગુણસેકરનને કારણે તે ઘર-ઘરમાં જાણીતા બની ગયા હતા. ટીવી શોમાં તેમનો લોકપ્રિય ડાયલોગ 'હે, ઈન્દમ્મા' ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. તેમણે તેમની કારર્કિદીની શરૂઆત 1999 માં અજીત કુમારની ફિલ્મ વેલીમાં સહાયક ભૂમિકા ભજવીને  કરી હતી. ત્યારબાદ, તેણે ડાયરેક્ટર વસંતની આસીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ફિલ્મમાં અજીત, સુવલક્ષ્મી અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં હતા. 2008માં, મારીમુથુએ કન્નુમ કન્નુમ સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી, જેમાં પ્રસન્ના અને ઉદયથારા મુખ્ય ભૂમિકામાં હતા. તેણે માત્ર ફિલ્મનું દિગ્દર્શન જ કર્યું ન હતું પરંતુ ફિલ્મ માટે સ્ક્રિપ્ટ, પટકથા અને સંવાદો પણ આપ્યા હતા.તેમણે દિગ્દર્શનમાંથી લાંબો બ્રેક લીધો હતો અને 2014માં પુલીવાલ ફિલ્મથી પુનરાગમન કર્યું હતું. પ્રસન્ના અને વેમલ અભિનીત થ્રિલર ડ્રામા 2011ની મલયાલમ ફિલ્મ ચપ્પા કુરિશુની રિમેક છે.

મારીમુથુની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ઘણી સહાયક ભૂમિકાઓમાં લોકપ્રિયતા મેળવી. તેમાં યુદ્ધમ સેઇ (2011), કોડી (2016), બૈરવા (2017), કડાઇકુટ્ટી સિંઘમ (2018), શિવરંજિનિયમ એનનમ સિલા પેંગલમ (2021), અને હિન્દી ફિલ્મ અતરંગી રેમાં પણ કામ કર્યું હતું.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget