Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ, આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં છેલ્લા 40 દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. જો કે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાં વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain Forecast:રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થઇ રહ્યુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ક્યાં જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ
નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત સુરત અને નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ક્યાં જિલ્લામાં યલો એલર્ટ
ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.24 કલાક માટે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. બહુ લાંબા સમય બાદ વરસાદની સિસ્ટમ સર્જાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીઘો છે. વરસાદનો આ રાઉન્ડ ખેતી માટે આવકારદાયક છે. જો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદનો કોઇ અનુમાન નથી. શનિ અને રવિવારે વલસાડ, દાદરાનગર હવેલી અને અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ રહેશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ
24 કલાકમાં ડાંગના વઘઈમાં છ ઈંચ વરસાદ
24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ
24 કલાકમાં ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ
24 કલાકમાં દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ
ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ
24 કલાકમાં પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ
24 કલાકમાં વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ