શોધખોળ કરો

Chhota Udepur: રેતી ભરેલા ડમ્પર, એસટી બસ અને છકડોનો વિચિત્ર અકસ્માત, સેન્ડવિચ બન્યો છકડો

છોટાઉદેપુર જિલ્લાના  બોડેલીના ઓરસંગ નદીના પુલ પર વિચિત્ર અક્સ્માતની ઘટના બની છે.  રેતી ભરેલા ડમપર, એસટી બસ અને છકડો વચ્ચે   અકસ્માત સર્જાયો હતો.

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના  બોડેલીના ઓરસંગ નદીના પુલ પર વિચિત્ર અક્સ્માતની ઘટના બની છે.  રેતી ભરેલા ડમ્પર, એસટી બસ અને છકડો વચ્ચે   અકસ્માત સર્જાયો હતો.  એસટી બસ અને ડમ્પર વચ્ચે છકડો સેન્ડવિચ બન્યો હતો.  હાઇવા ડમપરે છકડાને ટક્કર મારતા  અકસ્માતની ઘટના બની હતી.  

Chhota Udepur: રેતી ભરેલા ડમ્પર, એસટી બસ અને છકડોનો વિચિત્ર અકસ્માત, સેન્ડવિચ બન્યો છકડો

છકડામાં સવાર યુવક છકડામાં ફસાઈ ગયો હતો. છકડા ચાલક સહિત તેમાં સવાર ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.  છકડાને કાઢવા બે ક્રેનની મદદ લેવામાં આવી હતી.  અકસ્માત થતાં રોડની બંને બાજી પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ લાગ્યો હતો.  આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   

લાઠીના કેરાળાના પાટીયા નજીક છકડો રિક્ષાનો ચીપિયો ભાંગી જતા અકસ્માત

અમરેલી જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર શરૂ જ છે. લાઠી અમરેલી હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. લાઠીના કેરાળા ગામના પાટીયા નજીક છકડો રિક્ષાનો આગળના ભાગનો ચીપિયો ભાંગી જતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે લાઠી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પરપ્રાંતિય હોવાનો પ્રાથમિક માહિતી મળી છે.

રવિવારે અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. વાવડી ગામ અને મોટી ગરમલી ગામના પાટિયા નજીક એસટી બસે ભાર રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં બે લોકોનાં મોત થયા હતા, એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ અંગે ધારગણી ગામના અકરમભાઈ સિકંદરભાઈ શેખ (ઉ.વ.31)એ ગાંધીનગર-કોડીનાર એસ.ટી.બસ નંબર જીજ-18-ઝેડ-2796ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પિતા સિંકદરભાઇ તેની ભાર રીક્ષા RTO રજી.નં.GJ-14-U-4289 ની મા બકાલુ ભરીને ધારગણી ગામથી ચલાલા આવતા હતા ત્યારે રસ્તામા વાવડી ગામ અને મોટી ગરમલી ગામના પાટીયા વચ્ચે ગાંધીનગર કોડીનાર એસ.ટી.બસ.GJ-18-Z-2796 ના ચાલકે તેમના  પિતા સિંકદરભાઇની રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં તેમના પિતા પિતા સિંકદરભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૬૩), રીક્ષામા બેઠેલા બકાલાવાળા મુકેશભાઇ સવજીભાઇ પરમાર (ઉ.વ.૩૮)નું  મોત થયં હતું જ્યારે સાહેદ વિનુભાઇ મધુભાઇ સોલંકીને ગંભીર ઇજા થઈ હતી. અમરેલીમાં રહેતા જયંતીલાલ બાબુભાઈ ચાવડા (ઉ.વ.૬૪)એ ટ્રક નં.GJ-14-X-7199 ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,આરોપીએ તેનો ટ્રક ગફલત રીતે ચલાવી તેના પુત્ર જીગ્નેશ (ઉ.વ.33)ની ફોર વ્હીલ જીજે-14-એપી-0027 સાથે ભટકાવ્યો હતો. જેમના તેમના પુત્રને ગંભીર ઈજા થતાં મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget