Junagadh News: મેંદરડા રોડ પર ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત
Junagadh News: મેંદરડા રોડ પર અક્સ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Junagadh News: મેંદરડા રોડ પર અક્સ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, આ અકસ્માત ક્યા કારણોસર સર્જાયો તેની માહિતી સામે આવી નથી.
એસ કે લાંગાને લઈને મોટો ખુલાસો
ગાંધીનગર: જિલ્લાના તત્કાલીન કલેકટર અને નિવૃત્ત આઈએએસ અધિકારી એસ.કે લાંગા સામે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસ.કે લાંગા 17 મહિના ગાંધીનગરના કલેકટર રહ્યા હતા અને આ 17 મહિના દરમિયાન તેમણે મહેસુલ વિભાગની અંદાજિત 5900 અને 4 ફાઇલોની અંદર સહી કરી વિવિધ હુકુમો કર્યા હતા. આ હુકુમની અંદર તેમણે નિયમો વિરુદ્ધ જઈ કેટલીક બાબતોની મંજૂરી આપી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. પોતે તેમજ પોતાના મળતીયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાય છે.
એસ.કે લાંગા દ્વારા ગાંધીનગરના કલેકટર તરીકે આચરવામાં આવેલી ગેરરીતિ પૈકી સૌથી મોટી ગેરરીતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીનની અંદર આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ જમીન પાંજરાપોળ માટે હતી ત્યારબાદ આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી.
પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની મુલસાણા ગામે આવેલી 60 લાખ ચોરસ વાર જમીન ત્રણ મુસ્લિમ અને હિન્દુ પરિવારએ અમદાવાદ પાંજરાપોળને 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. જોકે જમીનનું ક્ષેત્રફળ અને જમીનનું લોકેશન જોઈ કેટલાક રાજકારણીઓ અને અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર છે. આ જમીન પચાવવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. આ જમીન ટ્રસ્ટ પાસે હોવાથી તેમાં ગણોત્યા પણ હાજર હતા.
તેમજ ટોચ મર્યાદા હેઠળ હોવાથી આ જમીન બિનખેતી કરવી પણ શક્ય ન હતી. ઘણો ધારાના કેસમાં સરકાર પણ પક્ષકાર હોવાના કારણે આ બાબતે જમીન એનએ કરવી મુશ્કેલ હતી. પરિણામે ગણતરીઓનો કબજો કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખાલી કરવામાં આવ્યો અંદાજિત 300 જેટલા ગણોતિયા પરિવારને આ જમીન ઉપરથી ધાગધમકી આપી દૂર કરાવાયા. આ ઉપરાંત તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાનથી જમીન ખાલી કરવામાં આવી હતી અને આ બાબતે ચાલતી કાનૂની લડત આવું કરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. કાનૂની લડત પૂર્ણ થતા આ જમીન શ્રી સરકાર કરવાની થતી હતી. પરંતુ પહેલેથી રચાયેલા ષડયંત્રના ભાગરૂપે આ જમીન અમદાવાદના કેટલાક નામચીન બિલ્ડર્સ અને ખાનગી ક્લબને સોંપી દેવામાં આવી.